23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

PM મોદીએ નવી સ્ક્રેપિંગ પોલિસી કરી લોન્ચ

 • ગુજરાતની ઇન્વેસ્ટર સમિટમાં વડાપ્રધાનનું સંબોધન
 • વડાપ્રધાન મોદીએ વાહન સ્ક્રેપિંગ પોલિસી પર કર્યું મંથન
 • સમિટમાં નવી સ્ક્રેપ પોલીસીની કરવામાં આવી જાહેરાત
 • ‘આ પોલિસીથી કચરાથી કંચન સુધીનું અભિયાન’-વડાપ્રધાન મોદી
 • નવા વાહનોમાં વધુ સુરક્ષા ધોરણનું પાલન કરશે- મોદી
 • રાજ્યમાં ચાર સ્થળે બનાવવામાં આવશે સ્ક્રેપ માટેના પાર્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર સમિટને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ સ્ક્રેપિંગ પોલિસી અંગે સંબોધન કરતા જણાવ્યું કે, ‘દેશમાં નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે.  સ્ક્રેપ પોલિસીના કારણે પ્રદૂષણમાં ઘટાડો થશે. અનફીટ વાહનોને હટાવવા માટે નવી પોલિસી કામ કરશે.

પ્રધાનમંત્રીએ પોતાની ભાષણમાં કહ્યું કે, નવી સ્ક્રેપ પોલિસી, વેસ્ટ ટુ વેલ્થ- કચરામાંથી કંચનના અભિયાનની સર્ક્યુલર ઈકોનોમીની એક મહત્વપૂર્ણ ચેઈન છે. આ પોલિસી દેશના શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવા અને પર્યાવરણની સુરક્ષા સાથે ઝડપથી વિકાસના આપણી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પોલિસીથી સામાન્ય પરિવારોને દરેક પ્રકારના લાભ થશે. PMએ કહ્યું કે, દેશમાં વાહનોની સંખ્યાના મોર્ડનાઈઝેશનથી જૂના વાહનોને એક વૈજ્ઞાનિક તબક્કાથી રસ્તા પરથી હટાવવામાં આ પોલિસીની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. આત્મનિર્ભર ભારતને ઝડપ આપવા માટે ભારતમાં ઈન્ડસ્ટ્રીને પ્રોડક્ટિવ અને ટકાઉ બનાવવા માટે સતત નિર્ણયો લેવાઈ રહ્યા છે. અમારો આ પૂરો પ્રયાસ છે કે ઓટો મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી ચેઈન માટે જેટલું સંભવ હોય, એટલું આપણે નિકાસ પર નિર્ભર રહેવું પડશે. ઇથેનોલ હોય, હાઇડ્રોજન ફ્યૂલ અથવા પછી ઈલેક્ટ્રિક મોબિલિટી, સરકારની આ પ્રાથમિકતાઓ સાથે ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય ભાગીદારી ખૂબ જરૂરી છે.સાથે  જૂની ગાડીને સ્ક્રેપ કરવાથી એક સર્ટિફિકેટ મળશે અને જેના આધારે નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશનમાંથી રાહત મળશે. નવી પોલિસીના કારણે આગામી 25 વર્ષમાં ઘણાં બદલાવ આવશે. અને પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે. પોલિસીથી સામાન્ય લોકોને ઘણો લાભ મળશે અને દેશમાં રોજગારી પણ વધશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, આઝાદી બાદ આજે આત્મનિર્ભર ભારતની પોલિસી લોન્ચ કરવામાં આવી છે. કચરાથી કંચન સુધી પહોંચવા માટે આ પોલિસી લાગુ કરવામાં આવી છે.  દેશમાં આગામી દિવસોમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. નવી પોલિસી માટે 6 એમઓયુ કરવામાં આવ્યાં છે. આ એમઓયુ ટાટા, મહિન્દ્રા કટારિયા દ્વારા કરવામાં આવ્યાં છે.’કેન્દ્ર સરકાર દ્રારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં PM મોદી પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા છે. આ પ્રસંગે CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે. નીતિન ગડકરીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ‘ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. જૂના વાહનોનું પ્રદૂષણ માત્ર 10થી 12 % વધારે છે. કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થપાશે.

નવી પોલિસીથી સરકારને શું ફાયદો થશે ?

 • મહામારીના સમયમાં સ્ક્રેપ પોલિસી અર્થવ્યવસ્થા માટે કરશે સંજીવની જેવું કામ
 • જૂની ગાડીઓ સ્ક્રેપમાં જવાથી પ્રદૂષણ ઘટી જશે. નવા એન્જિનવાળી ગાડીઓ ગ્રાહકો ખરીદવાથી ઈંધણનો વપરાશ ઘટશે સાથે જ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે .
 • વિશેષજ્ઞ અનુસાર, જે વાહન સ્ક્રેપમાં જશે એને બદલે નવા વાહનની ખરીદી પર GST 50થી 100% છૂટ મળવાની શક્યતા છે.
 • હાલમાં આ અંગેનો અંતિમ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે.
 • નવી નીતિથી સરકારને GSTથી 9600 કરોડ રૂપિયા અને તે બાદ પાંચ વર્ષમાં 4900 કરોડનો લાભ થવાની શક્યતા
 • વિશેષજ્ઞો મુજબ, આ જૂનાં વાહન સ્ક્રેપમાં ગયા બાદ વાહનમાલિક નવાં વાહન ખરીદશે, જે કેન્દ્ર અને રાજ્યોને GSTથી 38,300 કરોડ રૂપિયાનો લાભ થશે.
 • એક રિપોર્ટ મુજબ, જૂનાં વાહન હટવાથી અને નવાં વાહન આવવાથી 9,550 કરોડ રૂપિયાની બચતનું અનુમાન છે. આગામી વર્ષથી જ એનાથી 2400 કરોડ રૂપિયાનું ઈંધણ બચશે. કોઈ વાહનમાં સ્ટીલનો હિસ્સો 50થી 55 ટકા હોય છે. આ વાહનોના સ્ક્રેપથી લગભગ 6,550 કરોડ રૂપિયાની સ્ટીલ સ્ક્રેપ મળી જશે અને આટલો સ્ક્રેપ વિદેશોમાંથી નહીં મગાવવો પડે એટલે કે સ્ટીલની આયાત ઓછી થશે, જેના કારણે ગાડીઓ સસ્તી થવાની પ્રબળ સંભાવના છે.
 • આગામી એક વર્ષમાં જ 1500 કરોડ રૂપિયાનો સ્ટીલ સ્ક્રેપ મળી જશે. હાલ ભંગારના માર્કેટમાં સ્ટીલને કાઢવા માટે સંગઠિત એકમો નથી, સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ભંગારમાં વાહનોમાંથી એન્જિન કાઢી લેવામાં આવે છે અને એનો ઉપયોગ બોગસ વાહનો બનાવવામાં કરવામાં આવે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: