23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

લાલ કિલ્લા પરથી 8 મી વખત પીએમ મોદી એ લહેરાવ્યો ત્રિરંગો

  • લાલ કિલ્લા પરથી 8 મી વખત પીએમ મોદી એ લહેરાવ્યો ત્રિરંગો
  • પીએમ મોદી એ સ્વતંત્રતા દિવસ ને લઇ દેશને પાઠવી શુભેચ્છા
  • દેશમાં તમામ સૈનિક શાળાઓ દીકરીઓ માટે ખોલવામાં આવશે : પીએમ
  • 100 લાખ કરોડથી વધુની યોજના લાખો યુવાનો માટે રોજગારની તકો લઇને આવશે : પીએમ
  • સેનાનીઓ અને રાષ્ટ્ર રક્ષામાં ખુદની આહૂતિ આપનારા અને જીવ હોમી દેનારા વીર-વીરાંગનાઓને કર્યા નમન
  • સ્વાતંત્રતા સેનાનીઓ અને નેહરુને પીએમ મોદીએ કર્યા યાદ
  • કોરોના વેક્સિનમાં આત્મનિર્ભર રહ્યા : પીએમ
  • “સૌનો સાથ સૌનો વિકાસ અને હવે સૌનો પ્રયાસ” નો આપ્યો મંત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 માં સ્વતંત્રતા દિવસ પર આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ સાથે જ મોદીએ મોટી જાહેરાત કરી છે કે દેશમાં તમામ સૈનિક શાળાઓ છોકરીઓ માટે ખોલવામાં આવશે. આ સાથે જ મોદીએ એમ પણ કહ્યું કે 100 લાખ કરોડથી વધુની યોજના લાખો યુવાનો માટે રોજગારની તકો લઇને આવશે.

મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, ‘75મા સ્વતંત્રતા દિવસ પર તમને અને વિશ્વમાં ભારતને પ્રેમ કરનારા લોકોને અને લોકતંત્રને પ્રેમ કરનારા તમામ લોકોને ખૂબ અભિનંદન. આજે આઝાદીના અમૃત મહોત્સવના પાવન પર્વ પર દેશ તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને રાષ્ટ્ર રક્ષામાં ખુદની આહૂતિ આપનારા અને જીવ હોમી દેનારા વીર-વીરાંગનાઓને દેશ નમન કરી પીએમ મોદીએ સંબોધન ની શરૂઆત કરી હતી. જેમ તેઓએ ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારી યુવા પેઢી એથલેટ્સ અને આપણા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ કહ્યું હતું કે હું દેશવાસીઓને અને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે રહેલા લોકોને કહેવા માગું છું કે આપણા ખેલાડીઓના સન્માનમાં થોડીવાર તાળીઓ વગાડીને તેમનું સન્માન કરે. ભારતીય રમતોનું સન્માન, ભારતની યુવા પેઢીનું સન્માન, ભારતને ગૌરવ અપાવનારા યુવાનોનું સન્માન, કરોડો દેશવાસીઓ આજે તાળીઓના ગડગડાટ સાથે દેશના જવાનોનું, યુવા પેઢીનું સન્માન કરી રહ્યા છે. એથલેટ્સ પર ખાસ કરીને આપણે એ ગર્વ કરી શકીએ છીએ કે તેમણે દિલ જ જીત્યા નથી, તેમણે આવનારી પેઢીઓને ભારતની યુવા પેઢીને પ્રેરિત કરવાનું ખૂબ મોટું કામ કર્યુ છે.’સાતે જ પીએમ મોદીએ સ્વાતંત્રતા સેનાનીઓ અને નેહરુને યાદ કરતા કહ્યું કે, ‘આઝાદીને જન આંદોલન બનાવનાર બાપુ હોય કે નેતાજી જેમણે સર્વસ્વનું બલિદાન આપ્યું હોય, ભગતસિંહ, આઝાદ, બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન, ઝાંસીની લક્ષ્મીબાઈ અથવા ચિત્તૂરની રાણી કનમ્મા, દેશના પ્રધાનમંત્રી નહેરુ હોય, સરદાર પટેલ હોય, જેમણે દિશા આપી હતી તે આંબેડકર હોય.. દેશ દરેક વ્યક્તિ અને વ્યક્તિત્વને યાદ કરી રહ્યો છે. દેશ દરેકનો ઋણી છે.

શા માટે દર વર્ષે સૌ પ્રથમ લાલ કિલ્લા પર લહેરાવાય છે ત્રિરંગો…. ?

ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં ૧૫ ઓગસ્ટના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે ૧૫મી ઓગસ્ટના દિવસે  સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાને સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. અને આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે. સ્વતંત્રતા દિવસ, ભારતમાં ત્રણ રાષ્ટ્રીય રજાઓમાંથી અન્ય બે રજા ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ અને 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીનો જન્મદિવસમાં  બધા ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનાવવામાં આવે છે.સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિએ “પ્રજા જોગ સંદેશો ” આપે છે. અને તેમજ ૧૫ મી ઓગસ્ટ ના રોજ વડા પ્રધાન દિલ્હીનો લાલ કિલ્લાની એતિહાસિક સ્થળની બાજુમાં ભારતીય ધ્વજ ફરકાવે છે. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતાઓને શ્રદ્ધાંજલિ આપે છે . સાથે જ ભારતીય રાષ્ટ્રગીત, ” જન ગણ મન ” ગવાય છે. ભાષણ પછી ભારતીય સશસ્ત્ર દળ અને અર્ધ સૈન્ય દળોના વિભાગોના માર્ચ પાસ્ટ આવે છે. સાથે જ પરેડ અને તસ્વીરો સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાના દ્રશ્યો દર્શાવે છે. આવી જ ઘટનાઓ રાજ્યની રાજધાનીઓમાં થાય છે જ્યાં વ્યક્તિગત રાજ્યોના મુખ્યમંત્રીઓ રાષ્ટ્રધ્વજ લહેરાવે છે, ત્યારબાદ પરેડ અને અનુક્રમણિકા અનુસાર થાય છે. ૧૯૭૩ સુધી, રાજ્યના રાજ્યપાલે રાજ્યની રાજધાની પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ફેબ્રુઆરી ૧૯૭૪ માં, તમિળનાડુના મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી પાસે આ મુદ્દો ઉઠાવ્યો કે મુખ્ય પ્રધાનોને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ આપવામાં આવે, જે રીતે સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. બાદમાં સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ૧૯૭૪ થી સ્વતંત્રતા દિવસની ઉજવણી પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની છૂટ છે. અને દેશભરની સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં પણ ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. તેમજ શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. મુખ્ય સરકારી ઇમારતો મોટેભાગે લાઇટના તારથી શણગારવામાં આવે છે. દેશ પ્રત્યેની નિષ્ઠાના પ્રતીક માટે વિવિધ કદના રાષ્ટ્રધ્વજનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: