- દેશમાં કોરોનાની સ્થિતિ અંગે પીએમએ કરી સમીક્ષા
- પીએમ મોદીએ ૧૦ રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરી બેઠક
- મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત સહીત ૭ રાજ્યોના સીએમ હતા હાજર
દેશમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે અને અનેક લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. દેશમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ ૧૦ રાજ્યોની છે.

જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, દિલ્લી, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત તમિલનાડુ અને કેરળની છે. ૧૦ રાજ્યોમાં કોરોનાને કારણે એટલી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું છે કે કોરોના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઇ પીએમ મોદીએ આ ૧૦ રાજ્યોના મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. સાથે સાથે ઓક્સિજન સપ્લાય અંગે પણ ચર્ચા કરી હતી.

મીટિંગ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત છે. જો અહીં ઓક્સિજન ઉત્પાદન કરતો પ્લાન્ટ નથી તો શું દિલ્હીના લોકોને ઓક્સિજન નહીં મળે? જ્યારે દિલ્હી માટે એક ઓક્સિજન ટેન્કરને બીજા રાજ્યમાં રોકવામાં આવે છે ત્યારે કૃપા કરીને સૂચન આપો કે કેન્દ્ર સરકારમાં મારે કોની સાથે વાત કરવી જોઈએ?