24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

રેલવે સ્ટેશન પર 30 એપ્રિલ સુધી પ્લેટફોર્મ ટિકિટ બંધ

  • રેલવે સ્ટેશન પર 30 એપ્રિલ સુધી પ્લેટફોર્મ ટિકિટ બંધ
  • યાત્રીઓ સિવાયના અન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
  • કોરોનાના કેસમાં વધારો થતા પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરાયું   

ગુજરાતમાં કોરોનાનો  દિવસે ને દિવસે કહેર વધી રહ્યો છે. સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં  આવી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે પણ પ્રવાસીઓની સુવિધા માટે ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ત્યારે રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓને મૂકવા અથવા લેવા માટે સબંધીઓને કારણે પ્લેટફોર્મ પર ભીડ થાય છે. ત્યારે ભીડ ન થાય અને કોવિડની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડીવીઝનના તમામ રેલ્વે સ્ટેશન પર તાત્કાલિક પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. 30 એપ્રિલ સુધી પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી છે. 30 એપ્રિલ બાદ કોરોનાના કેસની પરિસ્થિતિ પર સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે. માત્ર માન્ય ટિકિટ ધારકોને પ્રવેશ આપવામાં આવશે. આ મધ્યે ટ્રેન સેવા ચાલુ રહેશે. પરંતુ કોરોનાકાળમાં રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તે માટે તાત્કાલિક પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. જેથી મુસાફરોના સંબંધીઓ અંદર જઇ શકે નહીં અને રેલવે સ્ટેશન પર કોવિડ ગાઈડલાઈન પાલન થઈ શકે. નોંધનીય બાબત એ છે કે, અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 1296  જેટલા કેસ નોંધાયા હતા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: