12 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

‘Save Tree Save Nature Save Life’ અંતર્ગત વૃક્ષારોપણ નું કરાયું આયોજન

  • ‘Save Tree  Save Nature  Save Life’ અંતર્ગત વૃક્ષારોપણ નું કરાયું આયોજન
  • શુભમંગલ રેસીડેન્સી સોસાયટી દ્વારા ત્રીદિવસીય વૃક્ષારોપણનું કરાયું આયોજન 
  • સોસાયટી કમિટીના તમામ સભ્યો સહીત અન્ય યુવામિત્રોએ પણ લીધો ભાગ  
  • સોસાયટીને Green society બનાવવાનું સ્વપ્ન સાર્થક કરવાનો લીધો નિર્ણય
  • એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે અને તેનું જતન પણ કરશે

સમગ્ર ગુજરાતમાં હાલ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા ઓક્સિજનની અછતને પહોચી વળવા ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ શુભ મંગલ રેસીડેન્સીના રહીશો દ્વારા સતત ત્રણ દિવસ વૃક્ષારોપણ કાર્યક્રમ નુ આયોજન કરી એક નવી પહેલ કરી હતી. સાથે જ એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવી તેના જતન ની પ્રતિજ્ઞા પણ લીધી હતી.    

સમગ્ર ગુજરાતમાં હાલ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા ઓક્સિજનની અછતને પહોચી વળવા ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ શુભ મંગલ રેસીડેન્સીના રહીશો દ્વારા સતત ત્રણ દિવસ વૃક્ષારોપણ કાર્યક્રમ નુ આયોજન કરી એક નવી પહેલ કરી હતી.

તેમજ “Save Tree  Save Nature  Save Life” ના અંતર્ગત તા.૨૮.૦૬.૨૧ થી તા.૦૪.૦૭.૨૧ દરમિયાન શુભમંગલ રેસીડેન્સી સોસાયટીમા ત્રણ દિવસ અવિરત વ્રુક્ષારોપણનો કાર્યક્રમનુ આયોજન સોસાયટીના પર્યાવરણ તેમજ પ્રકૃત્તિપ્રેમી એવા સોસાયટીની કમિટીના સભ્યો તેમજ સોસાયટીના અન્ય સભ્યો દ્વારા અલગ-અલગ Event દ્વારા National Doctor’s Day, Society Day તેમજ આપણા દેશના આધ્યાત્મ તેમજ વિશ્વગુરુ સમાન પ્રેરણામુર્તિ એવા સ્વામી શ્રી વિવેકાનંદજીની પૂર્ણ્યતીથી નિમીત્તે  સોસાયટીના ડૉ.  શ્યામલબેન પ્રેમલભાઈ શાહ તેમજ અમદાવાદ ખાતેના FSL Departmentના Asst. Director  તુષારભાઈ સી જોષી તેમજ આપણા ચાંદલોડીયા વિસ્તારના AMC કોર્પોરેટર  રાજેશ્વરીબેન પંચાલ તથા  હિરાભાઈ પરમાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું  હતું. તેમજ આ સાથે સોસાયટીના દરેક ભૂતપૂર્વ તેમજ વર્તમાન ચેરમેન ચિંતન ભાઈ પટેલ  તથા સેક્રેટરી કેતન ભાઈ ભટ્ટ તેમજ કમિટીના તમામ સભ્યો સાથે સોસાયટીના તમામ યુવામિત્રો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા. વૃક્ષારોપણ દરમિયાન સર્વે પોતાનો બહુમૂલ્ય ફાળો આપવા બદલ સોસાયટી કમિટીએ સર્વેનો આભાર વ્યક્ત  કર્યો હતો. તેમજ આ દરેક વ્રુક્ષોનુ જીવની જેમ જતન કરી સંભાળ લેવાનુ પ્રતિજ્ઞા સાથે તમામ લોકોએ એક સાથે મળીને સોસાયટીને Green society બનાવવાનું સ્વપ્ન સાર્થક કરવાનુ નિર્ણય પણ કર્યો હતો.

હરેશ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: