23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ગાંધીનગરના ઘ-5 ટ્રાફિક સિગ્નલ પાસે ટ્રાફિક સેફ્ટી ડ્રાઇવનું કરાયું આયોજન

  • ગાંધીનગરના ઘ-5 ટ્રાફિક સિગ્નલ પાસે ટ્રાફિક સેફ્ટી ડ્રાઇવનું કરાયું આયોજન
  • શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક તેમજ ગાંધીનગર ટ્રાફિક પોલીસના સહયોગથી કરાયું આયોજન
  • ફૂલ અને માસ્ક આપીને ટ્રાફિકના નિયમો તેમજ કોરોનાના નિયમોના પાલન અંગે અપાઈ સમજ
  • ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહનચાલકોને સર્ટીફીકેટ આપી બિરદાવવામાં આવ્યા

શ્રીસ્વામિનારાયણ પોલિટેકનિક, ગાંધીનગર તેમજ ગાંધીનગર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના ઘ – 5 ટ્રાફિક સિગ્નલ પાસે ટ્રાફિક સેફ્ટી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનુ પાલન કરે તેમજ કોરોના વાયરસથી‌ બચાવ માટે માસ્ક પહેરે તેની સમજણ આપવામાં આવી હતી. તેમજ તેમને ગુલાબનું ફૂલ અને માસ્ક આપીને ટ્રાફિકના નિયમો તેમજ કોરોના વાયરસના નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

શ્રીસ્વામિનારાયણ પોલિટેકનિક, ગાંધીનગર તેમજ ગાંધીનગર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના ઘ-5 ટ્રાફિક સિગ્નલ પાસે ટ્રાફિક સેફ્ટી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનુ પાલન કરે તેમજ કોરોના વાયરસથી‌ બચાવ માટે માસ્ક પહેરે તેની સમજણ આપવામાં આવી હતી. તેમને ગુલાબનું ફૂલ અને માસ્ક આપીને ટ્રાફિકના નિયમો તેમજ કોરોના વાયરસના નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. હાલ શહેરમાં વસ્તી વધારાની સાથે વાહનોની પણ સંખ્યામાં ઘણો વધારો થયો છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા સરકાર દ્વારા ફ્લાયઓવર અને અંડર બ્રિજનું નિર્માણ કરવામાં આવે છે એ સાથે નાગરિકોની ફરજ છેકે ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને વ્યવસ્થા જળવાઈ તેમાં સહયોગ આપે. ઘણી વખત જલ્દી નીકળવા માટે લોકો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવે છે જેનો ભોગ નિર્દોષ નાગરિકો બને છે. તે સાથે તેનો પરિવાર પણ ભોગ બને છે આમ દરેકને ઉતાવળ હોય છે પણ સાથે સેફટી પણ જરૂરી છે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે એને સર્ટીફીકેટ આપી બિરદાવવામાં આવ્યા હતા તેમજ ગુલાબના ફૂલથી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું . જે લોકોએ માસ્ક પહેર્યા ‌ નહતા તેમની વિદ્યાર્થીઓ દ્વારા સમજણ આપી અને મેડીકલ માસ્કની ભેટ આપવામાં આવી હતી. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સારા નાગરિક બનવા માટે તાલીમ રૂપે ટ્રાફિક નિયમનનું શિક્ષણ તેમજ સમાજ ઉપયોગ માટે કર્તવ્યનિષ્ઠ ભાવિ નાગરિકોને તે હેતુથી આ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: