23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

વેફર ખાનારા લોકો હવે ચેતજો તમે વેફર નહીં, ઝેર ખાઈ રહ્યા છો

  • વેફર ખાનારા લોકો હવે ચેતજો તમે વેફર નહીં, ઝેર ખાઈ રહ્યા છો
  • પ્રસિદ્ધ આઠ કંપનીઓની વેફર્સમાં નમકનો જોખમી વપરાશ આવ્યો સામે
  • 100થી 500 મીલીગ્રામ સોડિયમની જગ્યાએ કરાઈ રહ્યો છે 990 મીલીગ્રામનો ઉપયોગ
  • વધુ પડતી મીઠાયુક્ત વેફર ખાવાથી પેટના કેન્સર સહિતના રોગ થવાની સંભાવના

પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તેમાં મોટાભાગના લોકો ફરાળ તરીકે બટેટાની વેફર આરોગવાનું પસંદ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બજારમાં પ્રસિદ્ધ બ્રાન્ડની મળી રહેલી વેફરને લઈને થયેલા એક ચોંકાવનારા ખુલાસા બાદ લોકો કદાચ તેને ખાતાં પહેલાં સો વખત વિચાર જરૂર કરશે.

કન્ઝયુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીઈઆરસી) દ્વારા પ્રસિદ્ધ બ્રાન્ડની કંપનીઓની વેફરના કરવામાં આવેલા પરિક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં નમકનો જોખમી વપરાશ કરવામાં આવી રહ્યો છે. નમકીનની અંદર કેટલી માત્રામાં નમકનો ઉપયોગ કરવો તેને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને માપદંડ ઘડી કાઢ્યા છે પરંતુ આ પ્રસિદ્ધ બ્રાન્ડની કંપનીઓ દ્વારા તે માપદંડને અણદેખ્યા કરવામાં આવી રહ્યાનું બહાર આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઘડેલા માપદંડ અનુસાર નમકીનમાં સોડિયમ મતલબ કે મીઠું 100 ગ્રામથી લઈ 500 ગ્રામની વચ્ચે હોવું જોઈએ પરંતુ અંદાજે આઠ જેટલી પ્રસિદ્ધ બ્રાન્ડની કંપનીઓ દ્વારા બનાવાતી વેફરમાં મીઠાનું પ્રમાણ અનહદ જોવા મળ્યું હતું. એક પ્રસિદ્ધ કંપનીની વેફરમાં મીઠાનું પ્રમાણ મહત્તમ 500 મીલીગ્રામની સામે 902 ગ્રામ જોવા મળ્યું હતું. જયારે બીજામાં 756 મીલીગ્રામ જોવા મળ્યું હતું. જ્યારે અમુક કંપની દ્વારા પોતાના પેકેજિંગ ઉપર સોડિયમની માહિતીનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નહોતો. આશ્ચર્યની વાત તો એ છે કે કંપની દ્વારા વેફરના પેકેટ ઉપર સોડિયમની જેટલી માત્રા લખવામાં આવે છે તેના કરતાં વધુ માત્રામાં નમક જોવા મળ્યું છે. એક કેમ્પનીના પેકિંગ ઉપર 210 મીલીગ્રામ સોડિયમ લખેલું હતું. પરંતુ નિરીક્ષણ કર્યા બાદ તેમાં 902 મીલીગ્રામ સોડિયમ હોવાનું તારણ નીકળ્યું છે. આવી જ રીતે બીજી કંપનીના લેબલ ઉપર 377 મીલીગ્રામ નમક વપરાયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પણ તેમાંથી 756 મીલીગ્રામ નમક મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2015માં પણ સીઈઆરસીએ ઉપરોક્ત કંપનીઓની વેફરના નમૂના લઈ તેમાં મીઠાનો કેટલો ઉપયોગ થયો છે તેનું પરિક્ષણ કર્યું હતું. અને ત્યારે પણ તેમાં વધુ વપરાશ થયો હોવાનું ખુલ્યું હતું. આમ છતાં છ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં મીઠાની માત્રા ઘટાડવાને લઈને કંપનીઓ દ્વારા કોઈ જ પગલાં ઉઠાવવામાં આવ્યા નહીં હોવાનું ખુલ્યું છે. તબીબોના જણાવ્યા પ્રમાણે વધારે નમકયુક્ત પદાર્થ ખાવાથી પેટનું કેન્સર, બ્લડ પ્રેશર, ઓબેસિટી, વજન વધવા, દમ સહિતની બીમારીઓ થાય છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: