12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદના આર્મી કેન્ટોન્મેન્ટમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખાં

  • અમદાવાદના આર્મી કેન્ટોન્મેન્ટમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખાં
  • સદર બજારના કેમ્પ હનુમાન મંદિર પાસે મહિલાઓનો પાણીને લઇ હોબાળો
  • પાણીના પ્રશ્નને લઈને 50 કરતા વધુ મહિલાઓએ હોબાળો મચાવ્યો
  • ૧૦ દિવસથી નથી આવી રહ્યું પાણી : સ્થાનિક

ઉનાળાની ધોમધખતી ગરમીમાં જો પાણી ન મળે તો કેવી હાલત થાય..? વિચાર કરતા જ આપણા રુવાડા ઉભા થઇ જાય છે .એકતરફ અમદાવાદને વિકસિત શહેરોની યાદીમાં મોખરે રાખવામાં આવે છે. તો બીજી તરફ આ શહેરમાં જ પાણી જેવી નજીવી બાબતે હાલમાં પણ મહિલાઓને વલખા મારવા પડે છે .

ઉનાળાની ધોમધખતી ગરમીમાં જો પાણી ન મળે તો કેવી હાલત થાય..? વિચાર કરતા જ આપણા રુવાડા ઉભા થઇ જાય છે. એક તરફ વિકસિત શહેરોની યાદીમાં અમદાવાદ મોખરે છે ત્યારે બીજી તરફ આ શહેરમાં જ પાણી જેવી નજીવી બાબતે હાલમાં પણ મહિલાઓને વલખા મારવા પડે છે . આ અંગે વધુ વિગતો અનુસાર ,અમદાવાદ શહેરના સદર બજારના કેમ્પ હનુમાન મંદિર પાસે આજે પાણીના પ્રશ્નને લઈને 50 કરતા વધુ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો .મહિલાઓનો પ્રશ્ન છે કે છેલ્લા 10 કરતા વધુ દિવસોથી પાણી આવી રહ્યું નથી. આ બાબતે કેન્ટોનમેન્ટ બોર્ડના સભ્યોને રજૂઆત કરવા છતાં હજી સુધી આ પ્રશ્નનું નિવારણ આવ્યું નથી. સવાલ એ છે કે, આટલી રજૂઆતો કરવા છતાં પણ તંત્ર જાગૃત થતું નથી અને આ ગંભીર સમસ્યાનો કોઈ જ ઉકેલ લાવી શક્યું નથી .ગાંધીના આ ગુજરાતમાં હજી પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડે એ ખરેખર શરમજનક કહેવાય .

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: