23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

પરેશ સુથારની આત્મહત્યાને મામલે આવેદન

  • બનાસકાંઠાની રસાણા ખાતેની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યા
  • પરેશ પૂંજાભાઈ સુથાર નામના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
  • પરીક્ષા દરમ્યાન મૃતક વિદ્યાર્થી પકડાયો હતો પેપર ચોરી કરતા
  • આચાર્ય દ્વારા વિદ્યાર્થીને માનસિક રીતે કરાયો હતો ટોર્ચર
  • કોલેજમાંથી કાઢી મુકતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાના થયા છે આક્ષેપો
  • કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ
  • જો 12 દિવસમાં આચાર્ય સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
  • ડીસા નાયબ કલેક્ટરને તેમજ જિલ્લા કલેક્ટરને અપાયું આવેદન પત્ર
  • બનાસકાંઠા પોલીસ અધિક્ષકને પણ આવેદન પાઠવી સચોટ તપાસની માંગ કરી
  • ધરણામાં જોડાયેલા વિદ્યાર્થીઓને મળી રહી છે કોલેજ સંચાલકો તરફથી ટેલીફોનીક ધમકીઓ
  • સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને કહેવાયું કે તમારા સંતાનનું ફ્યુચર બગડશે
  • શું નથી આ કોલેજના સંચાલકોને કાયદાનો ડર…?
  • શું નથી આ કોલેજના આચાર્ય કે સંચાલકોને પરેશની આત્મહત્યાનો રંજ…?
  • વિદ્યાર્થીઓનો એક જ અવાજ હવે તો બસ ન્યાય જોઈએ

બનાસકાંઠામાં રસાણા પાસે આવેલી ભારત નર્સિંગ કોલેજના એક આશાસ્પદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. મૃતક વિદ્યાર્થી પેપર ચોરી કરતા પકડાતા આચાર્ય દ્વારા તેને માનસિક રીતે ખુબ જ ટોર્ચર કરી કોલેજમાંથી કાઢી મુકતા તેને આત્મહત્યા કરી હોવાના ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. અને જો આગામી 12 દિવસમાં આચાર્ય સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી પણ ઉચ્ચારી છે. આ સાથે જ હવે આ સમગ્ર મામલો દિવસેને દિવસે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે, સમગ્ર ઘટનાને પગલે વિદ્યાર્થીઓ સાથે ગજ્જર સુથાર સમાજ પણ આગળ આવ્યો છે. સાથે જ ગતરોજ વિદ્યાર્થીઓએ ડીસા નાયબ કલેક્ટરને તેમજ જિલ્લા કલેક્ટર અને બનાસકાંઠા પોલીસ અધિક્ષને આવેદન પત્ર પાઠવી સચોટ તપાસની માંગ કરી હતી.

બનાસકાંઠા જીલ્લામાં રસાણા ખાતે આવેલી નર્સિંગ કોલેજના વિધાર્થી પરેશ સુથારે કરેલી આત્મહત્યા બાદ મામલો દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. ગતરોજ વિધાર્થીઓ દ્વારા મૃતક વિધાર્થીને ન્યાય મળી રહે તે હેતુથી કોલેજ બહાર ધરણાં યોજવામાં આવ્યા હતા. જે બાદ કોલેજના સંચાલકો દ્વારા વિધાર્થીઓને ફોન કરીને ધમકાવવામાં આવ્યા હોવાના વિધાર્થીઓએ આક્ષેપો કર્યા છે. સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને પણ ટેલીફોનીક ધમકીઓ આપવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સાથે જ કોલેજ સંચાલકો દ્વારા ઘણા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે તમે તમારું ફ્યુચર બગાડી રહ્યા છો…. એવા આક્ષેપો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા છે. અને ડીસાના નાયબ કલેક્ટરને તેમજ જિલ્લા કલેક્ટર અને બનાસકાંઠા પોલીસ અધિક્ષને આવેદન પત્ર પાઠવીને આ ઘટનાની ઊંડી તપાસ કરવાની ગજ્જર સુથાર સમાજ દ્વારા ઉગ્ર માંગ કરાઈ છે

બનાસકાંઠા જીલ્લામાં આવેલી ભારત બીએસસી નર્સિંગ કોલેજ વિવાદોમાં સપડાઇ છે. આ વિવાદની શરૂઆત આજ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થી પરેશ સુથારે અમદાવાદ ખાતે સાબરમતી નદીમાં આત્મહત્યા કરતાં થઈ છે.. ભારત બીએસસી નર્સિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતાં પરેશ  સુથાર નામના વિધાર્થીને તાજેતરમાં પરીક્ષા દરમ્યાન કોપી કરતાં કોલેજના સંચાલકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આ વિધાર્થીને કોલેજમાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તેમજ કોલજના વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળતા પરેશ સુથારને કોલેજના પ્રોફેસર તેમજ પ્રિન્સિપાલ દ્વારા ખુબ જ ટોર્ચર કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ મેડમ દ્વારા એવું પણ કહેવમાં આવ્યું હતું કે પરેશ તું પંખે લટકીને મરીજા… શુ આવા ગુરુઓ હોય કે તેના વિદ્યાર્થીને મારવા માટે મજબૂર કરે…? જેથી કરીને આ વિધાર્થીને લાગી આવતા પરેશ સુથાર અમદાવાદ પહોંચીને સાબરમતી નદીમાં જંપલાવીને આત્મહત્યા કરી દીધી હતી…

આ ઘટના બન્યા બાદ કોલેજના વિધાર્થીઓ માની રહ્યા છે. કે પરેશ સુથાર નામના આ વિધાર્થી કોલેજના સંચાલકો દ્વારા આપવામાં આવેલા માનસિક ત્રાસને પગલે આત્મહત્યા કરી છે. જેથી કોલેજના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ગજ્જર સુથાર સમાજ અને વિદ્યાર્થીઓ દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપીને દોષીતો સામે પગલાં લેવાની માંગ કરી છે. ગતરોજ ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચેલા વિધાર્થીઓ તેમજ ગજ્જર સુથાર સમાજ દ્વારા કોલેજના સંચાલકો સામે કેટલાક સંગીન આક્ષેપો કરતાં જણાવ્યુ હતું કે કોલેજના વિધાર્થીઓ દ્વારા ગતરોજ કોલેજ સંકુલની બહાર ન્યાય માટે ધરણા કરતાં વિદ્યાર્થીઓને કોલેજના સંચાલકોએ ફોન કરીને ધરણાં પરત ખેચવાની ચીમકી આપી છે. સાથે વિદ્યાર્થીઓના વાલીઓને પણ કહેવામાં આવ્યું હતું કે તમારા સંતાનોનું ફ્યુચર બગડશે… કોણ છે આ વિદ્યાર્થીઓને ચીમકી આપવા વાળું…? કોણ છે જે કહી રહ્યું છે વિદ્યાર્થીઓના વાલીઓને, કે તમારા દીકરા કે દીકરીનું ફ્યુચર બગડી જશે…? શુ તાકાત છે એ લોકોની કે કોઈનું ફ્યુચર બગાડી શકે…? આ તમામ ઘટના અને આક્ષેપો વચ્ચે લાઈવ ગુજરાત ન્યુઝની ટીમ સતત મહા કવરેજ કરી વિધાર્થીઓને અને તેમના વાલીઓને ન્યાય મળે તે હેતુથી સતત પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ અમારી ટિમ લાઈવ ગુજરાત ન્યૂઝ પરેશના પરિવાર તેમજ વિદ્યાર્થીઓને ન્યાય માટે આગળ આવશે અને પરેશને સાચો ન્યાય અપાવશે… માટે ધમકીઓથી કોઈએ ડરવાની જરૂર નથી… કારણ કે લાઈવ ગુજરાત ન્યૂઝ હમેશા સત્યની સાથે રહ્યું છે….

ડીસા તાલુકાના રસાણા ગામે આવેલ બીએસસી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જઈ આત્મહત્યા કરતા, સમગ્ર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ આગળ ધરણા કરી હંગામો મચાવ્યો હતો. જે બાદ ગતરોજ મૃતક પરેશ સુથારના પરિવારજનો અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગજ્જર સમાજના તમામ લોકો એકત્ર થઇ ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તાત્કાલિક ધોરણે પરેશની આત્મહત્યા પાછળ કસુરવાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અને જો આગામી 12 દિવસમાં ન્યાય નહિ મળે તો ગજ્જર સુથાર સમાજ ઉગ્ર આંદોલન કરશે જે કોઈએ ક્યારેય પણ નહીં જોયું હોય… કારણ કે ગજ્જર સુથાર સમાજ કોઇપણ સંજોગોમાં હંમેશા ચૂપ રહ્યો છે. ક્યારેય કોઈ પાસે કોઈપણ જાતની માંગણી નથી કરી. પરંતુ જો હવે સમાજના દીકરાને ન્યાય નહિ મળે, તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તેવી ચીમકી ગજ્જર સુથાર સમાજે ઉચ્ચારી હતી…..

રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા …

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: