24 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે હાંસલ કર્યો સિલ્વર મેડલ

  • ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
  • ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે હાંસલ કર્યો સિલ્વર મેડલ
  • પુરૂષ હાઈ જમ્પ ટી 64 વર્ગમાં માર્યો 2.07 મીટરનો જમ્પ
  • વડાપ્રધાન મોદીએ પ્રવીણ કુમારને પાઠવી શુભેચ્છા

ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. નોઈડાના 18 વર્ષના પ્રવીણે પુરૂષ હાઈ જમ્પ ટી 64 વર્ગમાં 2.07 મીટરનો લાંબો કુદકો મારીને દ્વિતીય  સ્થાન મેળવ્યું છે. જો કે ગ્રેટ બિટેનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથને 2.10 મીટરનો લાંબો કુદકો મારી પોતે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ પોલેન્ડના લેપિયાટો માસિએજોએ જીત્યો છે.

ટોક્યો ગેમ્સની હાઈ જમ્પમાં ભારતને ફાળે 4 મેડલ આવ્યા છે. આ અગાઉ હાઈ જમ્પની ટી63 સ્પર્ધામાં ભારતના મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે શરદ કુમારને બ્રોન્ઝ મળ્યો હતો. નિષાદ કુમારે ટી47 માં એશિયન રેકોર્ડની સાથે સિલ્વર મેડલ પણ જીત્યો હતો.હાલમાં પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ જીત્યા છે. ભારતના ખાતે હવે 2 ગોલ્ડ, 6 સિલ્વર તથા 3 બ્રોન્ઝ મેડલ છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું શાનદાર પ્રદર્શન છે. રિયો પેરાલિમ્પિક 2016માં ભારતે 2 ગોલ્ડ સહિત 4 મેડલ  જીત્યા હતા.પ્રવીણ કુમારના આ અદ્ભુત પરાક્રમ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન પણ પાઠવ્યા છે. સિલ્વર મેડલ જીતવા પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને એવું લખ્યું કે , ‘પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને પ્રવીણ પર ગર્વ છે. આ મેડલ પ્રવીણના પરિશ્રમ અને સમર્પણનું પરિણામ છે. તેમજ તેને ભવિષ્ય માટે શુભેચ્છાઓ .

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: