23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

પંકજ કુમારે મુખ્ય સચિવ તરીકે સંભાળ્યો ચાર્જ

  • મુખ્ય સચિવ અનિલ મુકિમ થયા સેવા નિવૃત
  • નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારે સંભાળ્યો ચાર્જ
  • ગૃહ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરીનો રાજીવ ગુપ્તાને સોંપાયો વધારાનો ચાર્જ
  • હાલ રાજીવ ગુપ્તા ઉધોગ વિભાગના એસીએસ

રાજ્યના મુખ્ય સચિવ પદેથી અનીલ મુકીમ આજે સેવા નિવૃત થઇ ગયા છે અને તેમના અનુગામી તરીકે પંકજ કુમારે મુખ્ય સચિવ તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. આ ઉપરાંત ગૃહ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરીનો વધારાનો હવાલો રાજીવ ગુપ્તાને સોંપવાનો રાજ્ય સરકારે આજે આદેશ કર્યો હતો. હાલ રાજીવ ગુપ્તા ઉધોગ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી પદ પર કાર્યરત છે,અત્રે એ ઉલ્લેખનીય છે કે સેવા નિવૃત થયેલા અનીલ મુકીમને રાજ્ય સરકારે બે વખત છ છ મહિનાનું મુખ્ય સચિવ પદ પર એક્સ્ટેન્શન આપ્યું હતું.જો કે ગત બુધવારે મળેલી કેબીનેટ બેઠક બાદ જ ક્લીયર થઇ ગયું હતું કે અનીલ મુકીમ મહિનાના અંતે સેવા નિવૃત થઇ જશે.જો કે તેમની  રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ અન્ય પદ પર વરણી કરે તેવી પણ ચર્ચા સચિવાલય વર્તુળોમાં ચાલી રહી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: