24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદ માં કોરોના સંક્રમણ વધતા AMC નો મહત્વનો નિર્ણય : આજથી જ પાનના ગલ્લા બંધ

  • અમદાવાદ માં કોરોના સંક્રમણ વધતા AMC નો મહત્વનો નિર્ણય…
  • કોરોના કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી શહેરના પાન ગલ્લા બંધ
  • Amc ના સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી
  • 7 ઝોનમાં અલગ અલગ ટીમ દ્વારા કાર્યવાહી
  • ચાની કીટલી, પાંનના ગલ્લા બંધ કરવવાની કાર્યવાહી
  • કોરોના કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી શહેરના પાન ગલ્લા બંધ

તાજેતરમાં સમગ્ર રાજ્યમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે, ત્યારે ચૂંટણી અને ક્રિકેટ મેચના તાયફા વચ્ચે હવે કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે હવે નિંદ્રાધીન તંત્ર જાણે કે અચાનક હરકતમાં આવી ગયું હોય તેમ લાગે છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અચાનક આજે કોરોના કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી પાનના ગલ્લા તેમજ ચાની કીટલીઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, AMC ના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા 7 ઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા ગલ્લા તેમજ કીટલી બંધ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નિર્ણય અચોક્કસ મુદત માટે લેવામાં આવ્યો છે, એટલે કે આગામી આદેશ ન આવે ત્યાં સુધી આ નિર્ણય લાગુ રહેશે. તેમજ આદેશને ન માનનાર વેપારી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેવું પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: