19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

પાલનપુર એલસીબીને મળી મોટી સફળતા

  • પાલનપુર એલસીબીને મળી મોટી સફળતા
  • ઘરફોડ ચોરી કરનાર ૩ આરોપીઓ પકડાયા
  • ચડ્ડી-બનિયાનધારી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
  • 86 ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યાની આરોપીઓની કબુલાત

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. ધરફોડ ચોરીના 3 આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા.બનાસકાંઠામા 50 મહેસાણામા 18 સાબરકાંઠામા 6 આણંદમા 9 અરવલ્લીમા 2 ગાંધીનગરમા 2 ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચડ્ડી-બનિયાનધારી ગેંગના ત્રણ સભ્યોને બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા. ૮ સભ્યોની ચડ્ડી બનિયાન ધારી ગેંગ ઘણા સમયથી ઘરફોડ ચોરીઓ કરીને તરખાટ મચાવતી હતી જોકે પાલનપુર એલસીબી પોલીસે બાતમીને આધારે ત્રણ સભ્યોને ઝડપ્યા હતા. આ ત્રણ આરોપીઓ પાસેથી એલસીબીએ 160 ગ્રામ સોનુ અને 3.500 ગ્રામ ચાંદી કબજે કરી હતી. ચડ્ડી-બનિયાનધારી ગેંગ અગાઉ વડોદરા જિલ્લામાં પણ તરખાટ મચાવી ચૂકી છે. આ ગેંગના સભ્યો ખાસ કરીને શનિવાર અને રવિવારે ઘરફોડ ચોરીને અંજામ આપવાનું પસંદ કરતાં હતા જેમા ચડ્ડી-બનિયાનધારી ગેંગ જેવો વેશ ધારણ કરી અને રાત્રીના સમયે  ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. જોકે અનેક જગ્યાએ ઘરફોડ ચોરીને અંજામ આપતી સમયે પથ્થરમારો કરવાની પણ આ ગેંગ ની મોનોપોલી હતી. જોકે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચે આ ત્રણ આરોપીઓને બાતમીને આધારે અત્યારે તો ઝડપી પાડ્યા છે. આ ગેંગના પાંચ આરોપીઓને હજુ પકડવાના બાકી છે આરોપી ઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના  વડવા ગામ ના છે અને ઘરફોડ ચોરી સાથે સંકળાયેલા છે. જોકે બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળતાં જિલ્લામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો સાથે સાથે રીઢા ગુનેગારો ને દબોચી લેવામાં પણ સફળતા મળી હતી.

બાઈટ… આર કે પટેલ… ડી વાય એસ પી પાલનપુર

કેમેરામેન સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી લાઈવ ગુજરાત ન્યુઝ પાલનપુર 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: