- પાકિસ્તાને 20 જાન્યુઆરીએ શાહીન -3 નું પરીક્ષણ કર્યું હતું
- 450 કિમી સુધીના લક્ષ્યને સક્ષમ બાબર ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ સફળ
- આ મિસાઇલ 2750 કિલોમીટર સુધીનાં લક્ષ્યને નિશાન બનાવી શકે
- ત્રણ સપ્તાહમાં પાકિસ્તાને ત્રીજીવખત મિશાઈલ નું કર્યું પરીક્ષણ
પાકિસ્તાને ગુરુવારે સફળતાપૂર્વક સપાટીથી સપાટી પરનાં 450 કિ.મી. સુધીનાં લક્ષ્યને ભેદવામાં સક્ષમ બાબર ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું. છેલ્લા ત્રણ સપ્તાહમાં દેશએ આ ત્રીજી વખત મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે બાબર મિસાઇલ ચોકસાઈપુર્વક જમીન અને સમુદ્ર પરના લક્ષ્યોને ભેદવામાં સંપૂર્ણ સક્ષમ છે.


આ મિસાઇલ એક અત્યાધુનિક મલ્ટી ટ્યુબ પરીક્ષણ વાહનથી છોડવામાં આવી. પરીક્ષણ દરમિયાન વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને સંરક્ષણ અધિકારીઓ પણ હાજર હતા. તેમણે લશ્કરી વ્યૂહાત્મક દળનાં પરિક્ષણ અને ઓપરેશનલ તૈયારીઓની પ્રશંસા કરી. સૈન્યએ કહ્યું કે રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, વડા પ્રધાન ઇમરાન ખાન, જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ જનરલ ઝુબૈર મહેમૂદ હયાતે મિસાઇલના સફળ પરીક્ષણમાં ભાગ લેનારા કર્મચારીઓને અભિનંદન આપ્યા. છેલ્લા ત્રણ અઠવાડિયામાં પાકિસ્તાનનું આ ત્રીજું સફળ પરીક્ષણ છે. આ અગાઉ 3 ફેબ્રુઆરીએ, પાકિસ્તાની સેનાએ 290 કિલોમીટર પરમાણુ ક્ષમતાનું વહન કરવામાં સક્ષમ સપાટીથી સપાટીથી સપાટી પર પ્રહાર કરવા સક્ષમ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. પાકિસ્તાને 20 જાન્યુઆરીએ શાહીન -3 નું પરીક્ષણ કર્યું હતું, જે પરમાણુ શસ્ત્રોનું વહન કરવામાં સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ છે. આ મિસાઇલ 2750 કિલોમીટર સુધીનાં લક્ષ્યને નિશાન બનાવી શકે છે.