24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ભારત માટે અમેરિકાથી લાવામાં આવ્યા ઓક્સિજન કૉન્સ્ટ્રેટર

  • ભારત માટે અમેરિકાથી લાવામાં આવ્યા ઓક્સિજન કૉન્સ્ટ્રેટર
  • ગુજરાત માટે અમેરિકાથી લાવવામાં આવ્યો પ્રાણવાયું
  • 1 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વ્યવસ્થા સાથે પહેલો જથ્થો પહોંચ્યો અમદાવાદ
  • વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 9 કરોડના ખર્ચેએ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કરાઈ વ્યવસ્થા
  • 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટરના મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સ આવ્યાં અમદાવાદ
  • 335 ઓક્સિજન કોન્સ્ટ્રેટરનો પહેલો જથ્થો પહોંચ્યો ઉમિયાધામ
  • વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ કરવામાં આવી શરૂઆત
  • પાટીદારોએ મોકલેલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર અમદાવાદ પહોંચ્યા
  • 20 નિષ્ણાંત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોના કાઉન્સેલિંગ સેવા
  • ગુજરાતભરમા સંસ્થાઓ અને જરૂરિયાત વાળા લોકોને આપશે ઓક્સિજન કૉન્સ્ટ્રેટર

કોરોનાની બીજી લહેરમાં ગુજરાત રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-USAની ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે.335 જેટલાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર અમદાવાદ જાસપુર વિશ્વ ઉમિયાધામ મંદિરની અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોના સંકટ સમયે અનેક સામાજિક સંસ્થાઓ અનેક સમાજોએ મદદનો હાથ લંબાવ્યો છે. કોઈ ઓક્સિજનની વ્યવસ્થા કરે છે, તો કોઈ બેડની, કોઈ વિનામૂલ્યે ભોજન આપે છે તો કોઈ રૂપિયાનુ દાન કરે છે. આવામાં પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરકારના મદદે આવી છે. અમેરિકાની વિશ્વ ઉમિયાધામ ટીમ ગુજરાતની વ્હારે આવી છે. વિશ્વ ઉમિયાધામ યુએસએ ટીમે 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાતમાં મોકલવાની જાહેરાત કરી હતી. જેનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચી ગયો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા ગુજરાત સરકારને કોરોના સંકટમાં સહયોગ કરશે તેવી જાહેરાત કરાઈ હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમેરિકા અને કેનેડાના દાતા અને ટ્રસ્ટીઓમાં રહેલી વતન પ્રત્યેની ભાવના તેમને આ મદદ કરવા પ્રેરણાદાયી બની છે. 335 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અમદાવાદ જાસપુર વિશ્વ ઉમિયાધામ મંદિરેથી આજથી અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. આજે ઉર્જામંત્રી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરાઈ હતી.

આજથી 20 જેટલા નિષ્ણાંત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોનાં કાઉન્સેલિંગ સેવા આપશે.રાજ્યમાં આવી પડેલી આફતમાં સમાજની પડખે ઊભા રહી એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સ ડાયરેક્ટ અમેરિકાથી અમદાવાદ આવશે. ભારતની સાથે અમેરિકામાં પણ કોરોનાની બીજી લહેરની અસર હોવાથી સંસ્થાના ટ્રસ્ટીઓએ અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે પ્લેન દ્વારા 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરી છે, જે પૈકી સૌપ્રથમ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સ અમદાવાદ આવ્યાં છે.આ ઉપરાંત સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોએ પોતાની ભીતરની સંવેદનાને ઉજાગર કરીને દાનની સરવાણી વહેતી કરી છે એ માટે સંસ્થા તેમના પ્રત્યે અહોભાવની લાગણી વ્યક્ત કરે છે.અમેરિકાથી આવનારાં એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ઓક્સિજન બેંકશરૂ કરાઈ છે, જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન-સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિઃશુલ્ક અપાઈ રહ્યાં છે. છેલ્લા સાત દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન-સિલિન્ડર નિઃશુલ્ક હોસ્પિટલ્સ અને દર્દીઓને આપવામાં આવ્યાં છે. ઓક્સિજન બેંકના ભગીરથ કાર્યમાં ભારત ઉપરાંત વિદેશમાં વસતા પરિવારો ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક યોગદાન આપી સહાય કરી રહ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠન ટીમ દ્વારા કોરોના દર્દીઓને પ્રાણવાયુ ન ખૂટે એ માટે દિવસ-રાત મહેનત કરાઈ રહી છે.

અંજલી પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ આમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: