24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ઠક્કરનગર વોર્ડના મોટાભાગના રોડ રસ્તાઓની બિસ્માર સ્થિતિને લઈને સ્થાનિકોનો આક્રોશ

  • ઠક્કરનગર વોર્ડના મોટાભાગના રોડ રસ્તાઓની બિસ્માર સ્થિતિને લઈને સ્થાનિકોમાં આક્રોશ
  • છેલ્લા કેટલાય વર્ષોથી અનેકો વખત રજૂઆત કરી હોવાછતાં કોઈજ કાર્યવાહી નહિ
  • સ્થાનિકો દ્વારા “રોડ નહિ તો વોટ નહિ” ના લગાવાયા બેનરો

અમદાવાદના પૂર્વભાગમાં આવેલ ઠક્કરનગર વોર્ડના  `સ્થાનિકોનો રોષ સામે આવ્યો છે.” રોડ નહી તો વોટ નહી” ની  નીતિને અનુસરીને સ્થાનિકો આવનારી સ્થાનિક સ્વરાજ્યની  ચુંટણીનો બહિષ્કાર કરી રહ્યા હોય તેવા બેનરો ઠેરઠેર લગાવી દેવામાં આવતા ઠક્કરનગર  વોર્ડના સ્થાનિકોનો  આ અલગ પ્રકારનો વિરોધ હાલતો  સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.  આ અંગે સ્થાનિક કોર્પોરેટર સાથે વાતચીત કરવામાં આવી હતી આવો સાંભળીએ શું કહેવું છે તેઓનું આ અંગે …..

સ્થાનીક સ્વરાજ્યની  ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ઠેરઠેર  વિરોધનો વંટોળ જોવા પણ મળી રહ્યો છે આ પરિસ્થિતિમાં દરેક પક્ષો દ્વારા પોતાના ફાયદાઓ અને ગેરફાયદાઓ વર્ણવવામાં આવી રહ્યા છે ત્યારે ચુંટણી સમયે નગરજનો યાદ આવતા હોય તેવા સત્તાધીશો માટે ખતરાની ઘંટી સમાન સ્થાનિકોએ હુંકાર ભર્યો છે. રોડ નહી તો વોટ નહીની રણનીતિ બનાવીને પોતાના ઘરની આગળ જ  મસમોટા બેનર લગાવાયા છે. અને બેનરોમાં સ્પષ્ટ લખાણ લખવામાં આવ્યું છે કે કોઈપણ પક્ષે વોટ માંગવા આવવું નહિ . રોડ નથી તો વોટ પણ નહિ .  આ અંગે સ્થાનિક કાઉન્સીલરનો સંપર્ક સાધવામાં આવતા તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતીકે ૭ કરોડના ખર્ચે રોડનું કાર્ય પાસ કરી દેવામાં આવ્યું છે , રોડમાં આવી રહેલા દબાણો દુર કરાયા છે અને હવે ચોમાસાની રાહ જોવામાં આવી રહી છે .  પરંતુ સ્થાનિકો દ્વારા અનેકોવખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી તેમછતાં કોઈજ કાર્યવાહી આજદિન સુધી કરવામાં ના  આવતા હવે સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોચ્યો  છે. ઉબડ ખાબડ રોડ મધ્યે બને બાજુ સર્કલ બનાવીને પોતાના નામ કોતરાવવાનો સમય  કોર્પોરેશનના સત્તાધીશો અને કાઉન્સિલર  પાસે છે પરંતુ ૭ થી ૮ વર્ષ થઇ ગયા હોવાછતાં પણ કોઈજ રોડ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી . પોતાના  મુલ્યવાન વોટોથી  ચુંટણી જીતાડનાર એવા સ્થાનિકોની સમસ્યાનું કોઈજ નિરાકરણ  કરવામાં નાં આવતા હવે સ્થાનિકો દ્વારા રોડ નહિ તો વોટ નહીની અપીલ સાથે હવે ઠક્કરનગર વિસ્તારના સ્થાનિકોએ બાયો ચઢાવી છે .

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: