12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ઓરિસ્સા અને તેલંગાણાએ લોકડાઉન વધારાયું

  • દેશના અનેક રાજ્યો કરી રહ્યા છે લોકડાઉનની મુદ્દતમાં વધારો  
  • ઓરિસા તેમજ તેલંગાણા રાજ્યમાં વધારાયું લોકડાઉન
  • ઓરિસામાં ૧૭ જુન સુધી તેમજ તેલંગાણામાં ૯ જુન સુધી રહેશે લોકડાઉન

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે. છેલ્લા અનેક દિવસોથી દેશમાં કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં લઇને અનેક રાજ્યોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. ત્યારે અનેક રાજ્યોએ લોકડાઉનની મુદ્દતમાં વધારો કર્યો છે. કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યો છે પરંતુ ફરીથી કોરોના કેસોમાં વધારો ન થાય તે માટે લોકડાઉનની મુદ્દતમાં વધારો કરાયો છે. ત્યારે ઓરિસ્સા સરકારે તેમજ તેલંગાણા સરકારે લોકડાઉનની મુદ્દતમાં વધારો કર્યો છે. ઓરિસ્સામાં લોકડાઉન વધારી 17 જૂન સુધી લંબાવી દીધું છે. ઓરિસ્સા ઉપરાંત તેલંગાણામાં પણ લોકડાઉનની મુદ્દત વધારી ૯ જુન કરવામાં આવી છે. આ અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ લોકડાઉનની મુદ્દતમાં વધારો કર્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: