24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

વધારા સાથે ખુલ્યું બજાર, Nifty 14,350 ને પાર

  • વધારાની સાથે ખુલ્યું બજાર
  • સેન્સેક્સ 48,040 અને નિફ્ટી 14350  ના વધારા સાથે ખુલ્યું બજાર
  • સોમવારે સેન્સેક્સ 1708, નીફ્ટી 524  ના કડાકા સાથે માર્કેટ થયું હતું બંધ

સેસેન્ક્સ 230.8 અંક એટલે કે 0.48 ટકાના વધારા સાથે 48,067.01 ના સ્તર તેમજ નિફ્ટી 26.55 પોઇન્ટ એટલે કે 0.19 ટકાની મજબૂતી સાથે 14,382.50 ના સ્તરના વધારા સાથે આજે માર્કેટ ની શરૂઆત થઇ હતી. ઉલ્લેખનીય છે કે કારોબારના પહેલા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે ખૂલ્યું હતું અને ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સોમવારના અંતે સેન્સેક્સ ૧૭૦૭.૯૪ પોઈન્ટ તૂટીને ૪૭૮૮૩.૩૮ અને નિફટી ૫૨૪.૦૫ પોઈન્ટ તૂટીને ૧૪૩૧૦.૮૦ ના તળીયે પહોચ્યો હતો. આ સાથે શેરોમાં તેમજ માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ રૂ.૮.૭૮ લાખ કરોડનું જંગી ધોવાણ નોંધાયું હતું. નિષ્ણાતોના મત પ્રમાણે, દેશમાં ફરી લોકડાઉન થવાના ડરથી શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ અગાઉ શુક્રવારે સેન્સેક્સ 154 પોઇન્ટના ઘટાડા સાથે 49,591ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 39 પોઇન્ટ તૂટીને 14,834ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં મોટા ભાગના બેંકિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: