23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

રાજ્ય સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય

  • રાજ્યના કર્મચારીઓ-પેન્શનરોને બાકી એરીયર્સનો લાભ અપાશે
  • ૯ લાખ ૬૧ હજારથી વધુ કર્મચારી-પેન્શનરોને અપાશે ઓગસ્ટના પગારમાં એરીયર્સ
  • બાકી મોધવારી ભથ્થાની રકમ એરીયર્સ રૂપે અપાશે
  • રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળશે લાભ
  • કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ

તહેવારની સીજન શરુ થાય તે પહેલા જ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ મળી છે. રાજ્ય સરકારે બાકી ત્રણ મહિનાના મોધવારી ભથ્થું એરીયર્સ રૂપે ચુકવવાની જાહેરાત શુક્રવારે કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે જણાવ્યુ હતું કે  રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને ૧ જુલાઈ .૨૦૧૯ થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર મહીને  પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-૨૦૧૯થી સપ્ટેમ્બર-૨૦૧૯ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકી  રહેતા ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે.

નીતિન પટેલે ઉમેર્યું હતું કે,  મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ / કર્મચારીઓ / પેન્શનરોને ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-૪૬૪ કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.   

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: