12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ફરી એકવાર વડતાલ સ્વામીનારાયણ મંદિર આવ્યું વિવાદમાં

  • ફરી એકવાર વડતાલ સ્વામીનારાયણ મંદિર આવ્યું વિવાદમાં
  • મંદિરના ૪૭ વર્ષીય પાર્ષદે સગીર વયની બાળકી પર આચર્યું દુષ્કર્મ
  • દુષ્કર્મની ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં મચી ચકચાર
  • પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની કરી ધરપકડ

વડતાલ સ્વામિનારાયણ મંદિર વધુ એક વખત વિવાદમાં આવ્યું છે. ૪૭ વર્ષીય મંદિરના પાર્ષદે સગીર વયની બાળકીને ગોમતી તળાવે ફરવા લઈ જવાના બહાને રાવલી રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ ભુવનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને સમગ્ર વિસ્તારમાં  ચકચાર મચી જવા પામી હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

છેલ્લા કેટલાક સમયથી વડતાલ સ્વામીનારાયણ મંદિર ચર્ચામાં આવી રહ્યું છે. ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ મંદિરના પાર્ષદે કરેલા સૃષ્ટિ વિરુદ્ધના કાર્યને કારણે વિવાદમાં આવ્યું છે. મૂળ એમપીના તેમજ છેલ્લા ૩૦ વર્ષથી વડતાલ સ્વામિનારાયણ મંદિર રહેતા 47 વર્ષીય સોહમ ભગત પાર્ષદે સગીર વયની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વધુમાં મળતી માહિતી અનુસાર 47 વર્ષીય સોહમ ભગતના વિષે જો વાત કરવામાં આવે તો તેઓ મૂળ એમપીના અને હાલમાં વડતાલમાં રહેતા એક સ્વામિનારાયણ સત્સંગી સાથે થયો હતો. અવાર નવાર વડતાલમાં રહેતા આ સત્સંગી તેમના પરિવાર સાથે મંદિરમાં જતા આવતા હતા. તેમજ થોડા સમય અગાઉ યુવતીનો પરિવાર મંદિરમાં દર્શન માટે પહોંચ્યો તે સમયે  સોહમ ભગતની નજર પરિવારની  બાળા પર પડી હતી. અને તેમના મગજમાં વાસનાનો કીડો સળવળી ઉઠતા તેમણે બાળકીને ચાલ તને ગોમતી તળાવ પર ફરવા લઈ જાઉં,,, તેમ કહીને ત્યાંથી ગોમતી તળાવનું કહી રાવલી જવાના માર્ગ પરના લક્ષ્મીનારાયણ ભુવનમાં લઇ ગયો હતો. તેમજ વડતાલ રાવલી રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ ભુવન પર લઈ ગયા બાદ સોહમ ભગતે આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી નાસી ગયો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને પરિવારજન દ્વારા આ બાબતે પૂછપરછ કરતા બાળકીએ તમામ હકીકત જણાવી હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ  ભોગ બનનાર બાળકીને મેડિકલ તપાસ માટે મોકલી આરોપી સોહમ ભગતની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળીયા પાછાળ ધકેલી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.   

આમીર મિર્ઝા લાઈવ ગુજરાત ન્યુઝ કપડવંજ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: