8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ફરી એકવાર રામ રહીમની મુશ્કેલીઓમાં થયો વધારો

  • ફરી એકવાર રામ રહીમની મુશ્કેલીઓમાં થયો વધારો
  • પંચકુલા કોર્ટે રણજીતસિંહ હત્યા કેસમાં ચુકાદો અનામત રાખ્યો
  • આ કેસમાં મુખ્ય આરોપી છે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ
  • પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટ હવે 24 ઓગસ્ટે ચુકાદો આપે તેવી સંભાવના

રોહતકની સુનરીયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમની મુશ્કેલીઓમાં  વધારો થયો છે. તેમના પર લાગેલ અન્ય એક કેસમાં તેમની સજાનો ગાળિયો મજબુત બનાવી દેવામાં આવ્યો છે. પંચકુલાની વિશેષ CBI કોર્ટે રણજીત સિંહ હત્યા કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટ હવે આ કેસમાં આગામી 24 ઓગસ્ટે ચુકાદો સંભળાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમ આ કેસમાં મુખ્ય આરોપી છે.

ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમની મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે રણજીતસિંહ હત્યા કેસમાં તેમના પર વધુ એક સજાનો ગાળિયો કસાયો છે. ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમ હાલમાં સાધ્વી બળાત્કાર કેસ અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યારે વધુ એક રણજીતસિંહ હત્યા કેસમાં આજે પંચકુલા કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. આ સાથે જ ગુરમીત રામ રહીમની મુશ્કેલીઓ વધી છે. પંચકુલાની વિશેષ CBI કોર્ટે રણજિતસિંહ હત્યા કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. છેલ્લી સુનાવણીમાં અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ આજે સુનાવણી દરમિયાન કોર્ટે નિર્ણય અનામત રાખતા આ મામલામાં આગામી તારીખ 24 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. આ કેસમાં ચુકાદો સીબીઆઈ કોર્ટ 24 ઓગસ્ટના રોજ સંભળાવે તેવી શક્યતા છે. આજની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે સીબીઆઈ કોર્ટમાં અંતિમ દલીલોના તમામ દસ્તાવેજો રજૂ કર્યા. કોર્ટે બચાવ અને સીબીઆઈના વકીલોને પૂછ્યું કે શું તેઓ આગળ કોઈ દલીલ કરવા માગે છે. બંને પક્ષોએ આ વાતને નકારી હતી. આ પછી, સીબીઆઈ કોર્ટે આ કેસમાં ચુકાદો 24 ઓગસ્ટ માટે અનામત રાખ્યો હતો. આપને એ પણ જણાવી દઈએ કે આ કેસમાં ગુરમીત રામ રહીમની સાથે કૃષ્ણલાલ, જસવીર, સબદિલ અને અવતાર પણ આરોપી છે. મુખ્ય આરોપી ગુરમીત રામ રહીમ અને કૃષ્ણલાલ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા સીબીઆઈ કોર્ટમાં હાજર થયા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: