28 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ફરી એકવાર દહેજના દુષણનો શિકાર બની અબળા

  • ફરી એકવાર સમાજને કલંકરૂપ કરતો કિસ્સો સામે આવ્યો
  • દહેજના દુષણનો શિકાર બની મધ્યપ્રદેશની શશિ જાટવ નામની પરણિત મહિલા 
  • દહેજમાં 3 લાખ ન મળતા પતિએ પીવડાવ્યું હતું એસિડ
  • પતિએ પીવડાવેલા એસિડથી શશિ જાટવના પેટના બધા અંગ થઈ ગયા હતા ખરાબ
  • શશિના પિતાએ ખેતર વેચી સારવાર કરાવી પણ અંતે જિંદગીનો જંગ હારી ગઈ
  • મરતા પહેલા શશિએ વિડીઓ બનાવીને કહ્યું: કોઈને ના છોડતા

મધ્યપ્રદેશના ડબરામાં 3 લાખ રૂપિયા માટે પત્નીને એસિડ પીવડાવવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્નીએ જીંદગી અને મૃત્યુની વચ્ચે 54 દિવસ સંઘર્ષ કર્યા પછી ગુરુવારે દિલ્હીમાં જીવ ગુમાવ્યો છે. આ ઘટનાનો ભોગ બનારી મહિલા જીવતી તો ન રહી પરંતુ તેણે મૃત્યુના થોડા કલાકો પહેલા પોતાની ઉપર ગુજારવામાં આવેલા જુલમનો અંતિમ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. તેમાં આરોપીઓને ન છોડવાની વાત કહેવામાં આવી છે.

દહેજનું દુષણ આજના સભ્ય સમાજમાં એટલી હદે ઘર કરી ગયું છે કે લોકો દહેજ માટે કોઇપણ હદ સુધી જતા હોય છે, ત્યારે દહેજના દુષણનો આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ડબરાથી સામે આવ્યો છે. જ્યાં પતિ દ્વારા પત્ની પાસે ત્રણ લાખ રૂપિયાના દહેજની રકમની માંગ કરતા, અને આ રકમની માંગ પત્નીના પિયરીયા તરફથી પૂરી કરવામાં ન આવતા હેવાનિયતની હદ વટાવી ચૂકેલ પતિએ પત્નીને એસીડ પીવડાવી દીધું હતું. આ ઘટનાનો ભોગ બનારી મહિલા શશિ જાટવે મૃત્યુ પહેલા જીંદગીના અંતિમ વીડિયોમાં કહ્યું- મને મારા પતિ, સાસુ, નણંદ અને જેઠ-જેઠાણીએ એસિડ પીવડાવ્યું હતું. હવે તે મને છોડીને ચાલ્યા ગયા છે. તેમને ન છોડતા. VIDEO બનાવવામાં આવ્યાના લગભગ 4 કલાક પછી શશિ હમેશાં માટે દુનિયા છોડીને જતી રહી. ગુરુવારે રાતે તેના શબને લઈને સંબંધીઓ ઘાટીગામ પહોંચ્યા જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસ પણ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. શશિને તેના પતિએ માત્ર 3 લાખ રૂપિયા માટે એસિડ પીવડાવી દીધુ હતું. એસિડે તેના પેટના તમામ અંગ અને સિસ્ટમને ડેમેજ કરી દીધી હતી. પેટના તમામ અંગ બગડી ગયા હતા. મૃતકના ભાઈ યોગેશે જણાવ્યું કે ડોક્ટર સતત સારવાર કરી તેને સાજી કરવાની કોશિશ કરી રહ્યાં હતા. જોકે કોઈ પાસેથી મદદ ન મળી તો અમે જમીન વેચીને તેની સારવારમાં પૈસા લગાવ્યા છે. પરંતુ બુધવાર રાતે અચાનક તેને લોહીની ઉલ્ટી થવા લાગી અને ગુરુવારે તેનુ મૃત્યું થયું. યોગેશે જણાવ્યું કે બહેન વચ્ચે સાજી પણ થઈ રહી હતી, જોકે જ્યારે પણ તેને 27 જૂનની તે રાત યાદ આવે, જ્યારે તેની નણંદે તેના હાથ પકડ્યા હતા અને પતિએ ક્રૂરતાથી એસિડ પીવડાવ્યું હતું, તો તે ડરી જતી હતી. તે પછી તેની સ્થિતિ બગડી જતી હતી. ગ્વાલિયરના ઘાટીગાંવ સિમરિયાની નિવાસી 22 વર્ષની શશિ જાટવના લગ્ન 17 એપ્રિલ 2021ના રોજ ડબરાના રામગઢ નિવાસી વીરેન્દ્ર કુમાર જાટવની સાથે થયા હતા. એમ કહેવાઈ રહ્યું છે કે શશિના પિયરવાળાએ લગ્નમાં 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો હતો. હવે લોકડાઉન પછી તેના પતિને નવી કાર ખરીદવી હતી, જેમાં 3 લાખ રૂપિયા ખૂટી રહ્યાં હતા. તેણે પત્નીને પિયરવાળા પાસેથી ત્રણ લાખ રૂપિયા લઈ આવવા કહ્યું. 27 જૂનની રાતે તેને 3 લાખ રૂપિયા લાવવા માટે કહેવામાં આવ્યું છે. આ વખતે ના પાડવા પર પતિએ શશિની હત્યા કરવાના ઈરાદાથી તેને જબરજસ્તીથી એસિડ પીવડાવી દીધું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: