22 C
Ahmedabad
Thursday, November 25, 2021
spot_imgspot_img

Latest Posts

26 ઓગસ્ટે PM મોદી કરશે સર્વપક્ષીય બેઠક

  • 26 ઓગસ્ટે PM મોદી કરશે સર્વપક્ષીય બેઠક
  • વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને માહિતી આપી
  • અફઘાન મામલે સરકારની રણનીતિની માહિતી વિપક્ષને અપાશે

અફઘાનિસ્તાનમાં દિવસે ને દિવસે હાલત બગડતા જાય છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા સર્વદળીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરે આ માહિતી આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અફઘાન મુદ્દે ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક 26 ઓગસ્ટે સવારના 11 વાગ્યે થશે. તેમણે કહ્યું કે બેઠકમાં વિદેશ મંત્રાલય વિપક્ષના તમામ સવાલોના જવાબ આપશે.

વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને લખ્યું કે અફઘાન ઘટનાક્રમને જોતા પ્રધાનમંત્રી મોદીએ વિદેશ મંત્રાલયે રાજકીય પક્ષોના નેતાઓને માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી આગળની જાણકારી આપશે. જ્યારથી અફઘાનમા તાલિબાની શાસન આવ્યું છે ત્યારથી વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યાં છે કે ભારતે અફઘાનમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રાખ્યું હોવાથી હવે ભારતની અફઘાન મુદ્દે કઈ રણનીતિ છે તેની જાણકારી દેશને મળવી જોઈએ.અને વિપક્ષના આ સવાલનો જવાબ આપવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ છે. અફઘાનિસ્તાનમાંથી બચાવાયેલા 146 ભારતીય નાગરિકો સોમવારે કતારની રાજધાનીથી ચાર અલગ અલગ વિમાનોમાં ભારત પહોંચ્યા. આ નાગરિકોને અમેરિકા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન વિમાન દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલથી દોહા લઈ જવામાં આવ્યા હતા. ભારતે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે અમેરિકા, કતાર, તાજિકિસ્તાન અને અન્ય ઘણા મૈત્રીપૂર્ણ દેશો સાથે સંકલન કર્યું. અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી તેના નાગરિકોને બહાર કાઢવાના તેના પ્રયાસોના ભાગરૂપે, ભારત તેની ચાર ફ્લાઇટ દ્વારા અત્યાર સુધીમાં બે અફઘાન ધારાસભ્યો સહિત 400 થી વધુ લોકોને પરત લાવ્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: