24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના ઓફ્લાઈન વર્ગો થશે શરૂ

  • ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના ઓફ્લાઈન વર્ગો થશે શરૂ
  • વીસ હજાર શાળામાં 32 લાખ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય થશે શરૂ
  • 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા મંજુરી અપાઈ
  • 58 ટકા વાલીઓએ બાળકોને શાળા મોકલવાની આપી સંમતિ

હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઇન ચાલી રહ્યું છે.ત્યારે રાજ્ય માં ૨ સપ્ટેમ્બર થી ધોરણ ૬ થી ૮ વર્ગો શરુ કરવાની મંજુરી આપવામાં આવી છે.કોરોનાની પહેલી લહેર ઓસરતાં 18 ફેબ્રુઆરીએ 6થી 8ના વર્ગો શરૂ કરાયા હતા.એ સમયે 40ની કેપેસિટીવાળા ક્લાસમાં 10 જ બાળકને બેસાડવામાં આવ્યાં હતાં, પરંતુ માર્ચ મહિના બાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં ફરીવાર સ્કૂલો બંધ કરવી પડી હતી.

રાજ્યમાં ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવાર 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે.20 હજારથી વધુ શાળાઓના વર્ગો શરૂ થશે.જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપી દેવાઇ છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે તે પ્રમાણે, સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાળવાના રહેશે. સંસ્થાએ હેન્ડ વોશ અને સેનેટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. સરકાર તરફથી સૂચનાઓનોનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષક સર્વેક્ષણમાં જેટલા શિક્ષકોએ ભાગ લીધો તે બદલ શિક્ષણપ્રધાને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સર્વેક્ષણમાં 38 ટકા શિક્ષકો હાજર રહ્યા હતા.કોરોનાની લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ 6થી 8ના વર્ગો ફરીવાર શરૂ કરવા માટે સક્રિય થઈ છે. બીજી તરફ, અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રને બાળકોને સ્કૂલે મોકલવા માટે વાલીઓ શું ઈચ્છે છે એ માટે તેમનો સંપર્ક કર્યો હતો. એમાં 58 ટકા જેટલા વાલીઓએ પોતાનાં બાળકોને સ્કૂલે મોકલવાની ઈચ્છા દર્શાવી હતી. બંને સ્કૂલોએ ધોરણ 6થી 8ના વર્ગોના 1,850 વાલીનો સંપર્ક કર્યો હતો, જે પૈકી 1,323એ પ્રતિભાવ આપ્યા હતા. આ પૈકી 58 ટકા એટલે કે 778 વાલીએ સરકારની મંજૂરી મળ્યા પછી પોતાનાં સંતાનોને શાળાએ મોકલવા અંગે તત્પરતા દર્શાવી હતી.કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઑફલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે, જેને કારણે તેઓ પોતાનાં બાળકને સ્કૂલમાં ઑફલાઈન અભ્યાસ માટે મોકલવાનું ટાળી રહ્યા છે. વાલીઓએ સરકાર પાસે ઓનલાઇન શિક્ષણમાં જ સારો અભ્યાસ કરાવવા અપીલ કરી છે. બીજી તરફ, સ્કૂલો પર પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં ઓનલાઇન ભણાવવાનું પણ ભારણ વધ્યું છે, જેથી સ્કૂલો પણ વાલીઓને પોતાના બાળકને સ્કૂલે ઑફલાઈન ભણાવવા મોકલવા સમજવી રહી છે.ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જાન્યુઆરી બાદ કોરોનાના કેસો નિયંત્રિત થતાં સરકારે ફરીવાર સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો ગત 18 ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ કરવામાં આવ્યા હતા. એ સમયે બાળકોને માસ્ક, સેનિટાઈઝર, ઓક્સિમીટર, થર્મલગન દ્વારા ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: