23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ખેડૂત આંદોલનનો આજે 61મો દિવસ

  • ખેડૂત આંદોલનનો આજે 61મો દિવસ
  • દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ માટે ખેડૂત આજે પસંદ કરશે રૂટ
  • મહારાષ્ટ્રના 21 જિલ્લાના ખેડૂત મુંબઈમાં થયા ભેગા

ખેડૂત નેતાઓનો દાવો છે કે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં કાઢવાની પરેડમાં 2 લાખ ટ્રેક્ટર્સ સામેલ થશે. જો કે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 61મો દિવસ છે. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર પહેલી વખત ખેડૂત ટ્રેક્ટર પરેડ કાઢશે, કારણ કે લાંબી ખેંચતાણ પછી દિલ્હી પોલીસે ખેડૂતોને પરેડની મંજૂરી આપી દીધી.ખેડૂત આજે પોતાનો રૂટ નક્કી કરશે. તો આ તરફ મહારાષ્ટ્રના 21 જિલ્લાના ખેડૂતો આજે મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન માટે ભેગા થયા છે. તે કૃષિ કાયદા વિરુદ્ધ રાજ્યપાલને મેમોરેન્ડમ પણ આપશે. તેમના પ્રદર્શનમાં NCP ચીફ શરદ પવાર પણ સામેલ થઈ શકે છે.

તે કૃષિ કાયદા વિરુદ્ધ રાજ્યપાલને મેમોરેન્ડમ પણ આપશે. તેમના પ્રદર્શનમાં NCP ચીફ શરદ પવાર પણ સામેલ થઈ શકે છે. 26 જાન્યુઆરીએ દિલ્હીમાં કાઢવામાં આવવાની ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા માટે દેશભરમાંથી ખેડૂત દિલ્હી પહોંચી રહ્યાં છે. દિલ્હી પોલીસના સ્પેશ્યિલ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે, સંયુક્ત ખેડૂત મોરચાને સિંધુ અને ટીકરીથી લગભગ 64 કિમી અને ગાઝીપુર બોર્ડરથી 46 કિલોમીટરની પરેડ કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના નેતા સુખવિંદર સિંહ સભરાએ કહ્યું કે, અમને લાગે છે કે ટ્રેક્ટર રેલીની મંજૂરી જે રીતે આપવામાં આવી છે, તે યોગ્ય નથી. અમે ઓલ્ડ રિંગ રોડ પર રેલી કાઢવા માંગીએ છીએ, પણ અમને શરતો સાથે જે વિસ્તારમાંથી પસાર થવાની મંજૂરી મળી છે, તેના મોટાભાગનો રૂટ હરિયાણામાં આવે છે. અમે પોલીસ સાથે વાત કરીને નક્કી કરીશું કે ફાઈનલી કયા રૂટથી રેલી કાઢવામાં આવશે.  ખેડૂત યૂનિયનોએ દાવો કર્યો છે કે દિલ્હીમાં ખેડૂત પરેડમાં લગભગ 2 લાખ ટ્રેક્ટર ભાગ લેશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનઅ અને UP સહિત અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂત દિલ્હી પહોંચી રહ્યાં છે. પંજાબના ઘણા શહેરોમાં પરેડની રિહર્સલ કરવામાં આવી છે. ખેડૂત સંગઠન એક ટ્રેક્ટર પર પાંચ લોકોને જ બેસવાની મંજૂરી આપશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: