23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

બનાસકાંઠાની રસાણા ખાતેની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ પરીક્ષામાં ચોરી બદલ લાફો મારતાં કરી આત્મહત્યા

  • બનાસકાંઠાની રસાણા ખાતેની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યા
  • પરેશ પૂંજાભાઈ સુથાર નામના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
  • પરીક્ષા દરમ્યાન મૃતક વિદ્યાર્થી પકડાયો હતો પેપર ચોરી કરતા
  • આચાર્ય દ્વારા તેને ટોર્ચર કરી કાઢી મુકતા તેને આત્મહત્યા કરી હોવાના થયા આક્ષેપો
  • વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ કરી
  • જો 12 દિવસમાં આચાર્ય સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

બનાસકાંઠામાં રસાણા પાસે આવેલી નર્સિંગ કોલેજના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા અન્ય વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. મૃતક વિદ્યાર્થી પેપર ચોરી કરતા પકડાતા તેને ટોર્ચર કરી કાઢી મુકતા તેને આત્મહત્યા કરી હોવાના ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ  કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. અને જો 12 દિવસમાં આચાર્ય સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

ડીસા પાલનપુર હાઈવે રસાણા પાસે આવેલા ભારત નર્સિંગ કોલેજમાં બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં પરેશ પૂંજાભાઈ સુથાર નામના વિદ્યાર્થી કોલેજમાં પરીક્ષા દરમિયાન પેપર ચોરી કરતા પકડાઈ ગયો હતો. જેથી કોલેજના આચાર્યએ તેની પાસે માફીનામું લખાવી તેના વાલીને બોલાવી ઠપકો આપ્યો હતો. જે ઘટનાના ત્રણ દિવસ બાદ ગઈકાલે વિદ્યાર્થીને લાગી આવતા સાબરમતી રિવર ફ્રન્ટ પાસે કેનાલમાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી. જો કે આ આત્મહત્યા માટે કોલેજના સંચાલકો જવાબદાર હોવાના આક્ષેપો સાથે આજે અન્ય વિદ્યાર્થીઓએ કોલેજમાં ભારે હંગામો મચાવ્યો હતો. 500 થી પણ વધુ વિદ્યાર્થીઓએ આજે સવારથી કોલેજનો ગેટ બંધ કરી ત્યાં જ મૃતક વિદ્યાર્થીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ સાથે રોષ સાથે વિરોધ દર્શાવ્યો હતો……..અને જો આગામી દિવસોમાં આ આચાર્ય સામે કોઈ નક્કર કાર્યવાહી નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

જોકે બાદમાં કોલેજના ટ્રસ્ટી મંડળે આવી વિદ્યાર્થીઓને સમજાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પરંતુ આગામી 12 દિવસમાં વિદ્યાર્થીની આત્મહત્યા માટે જવાબદાર આચાર્ય સામે કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી વિદ્યાર્થીઓએ ઉચ્ચારી હતી……..

રાજ ગજ્જર  લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: