23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

હવે NDAની પ્રવેશ પરીક્ષા આપી શકશે મહિલા ઉમેદવારો

  • હવે NDAની પ્રવેશ પરીક્ષા આપી શકશે મહિલા ઉમેદવારો
  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ
  • હવે નેશનલ ડિફેન્સ એકેડમીમાં શામેલ થવાના દરવાજા ખુલ્યા
  • કોર્ટના આ આદેશથી મહિલા ઉમેદવારોમાં આનંદ છવાયો

દેશની પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) માં શામેલ થવાની વાટ જોઈ રહેલી મહિલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે તેમની પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી 5 સપ્ટેમ્બરે નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષા થવાની છે. ત્યારે જ કોર્ટે આ આદેશ જારી કરતા મહિલા ઉમેદવારોમાં આનંદ છવાયો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે મહિલા ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પ્રવેશ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવે. આ પ્રવેશ પરીક્ષા 5 સપ્ટેમ્બરે થવાની છે. કોર્ટે કહ્યું કે આ પરીક્ષા બાદ NDAમાં મહિલા ઉમેદવારોની ફાઈનલ એન્ટ્રી કોર્ટમાં ચાલી રહેલા કેસના અંતિમ ચુકાદાને આધીન હશે. અત્રે એ પણ જણાવવાનું કે મહિલાઓને અત્યાર સુધીમાં નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષામાં સામેલ થવાની મંજૂરી ન હતી. મહિલાઓ અને તેમના પરિજન આ મુદ્દે લાંબા સમયથી સરકાર પાસે છૂટ આપવાની માંગણી કરી રહ્યા હતા. આ મામલે સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. જેના પર સુનાવણી કરતા કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે.

મહારાષ્ટ્રના પુણે પાસે આવેલા ખડક વાસલામાં બનેલી નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) દેશના સૈન્ય અધિકારીઓ તૈયાર કરવાનું પ્રસિદ્ધ સંસ્થાન રહ્યું છે. અહીં 12માં ધોરણ બાદ પ્રવેશ પરીક્ષા અને ઈન્ટરવ્યુ દ્વારા એડમિશન અપાય છે. અહીં આર્મી, નેવી, એરફોર્સમાં જવાની ઈચ્છા ધરાવતા તમામ કેડેટ્સને એક સાથે તાલિમ અપાય છે. 3 વર્ષની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ કેડેટ્સને તેમની પસંદની સેનાની તાલિમ સંબંધિત એકેડમીમાં મોકલવામાં આવે છે. ત્યારે હવે મહિલા ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પ્રવેશ પરીક્ષામાં બેસવાની મંજૂરીનો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપતા મહિલા ઉમેદવારોમાં આનંદની લાગણી છવાઈ છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: