27 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

હવે સિવિલ હોસ્પીટલમાં સાંજની ઓપીડી બંધ

  • રાજ્યમાં વધતા કોરોનાથી તંત્ર હરકતમાં
  • મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે. કૈલાશનાથન ઉતર્યા મેદાને
  • કે. કૈલાસનાથનની અધ્યક્ષતામાં સિવિલમાં સમીક્ષા બેઠક
  • સિવિલ હોસ્પિટલમાં અગ્રણી ડોકટરો સાથે યોજાઈ બેઠક
  • સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય

રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના કેસોના પગલે હવે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને મુખ્યમંત્રીના મુખ્ય સચિવ  કે.કૈલાશનાથનને મેદાને ઉતર્યા છે.કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કે. કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાય હતી.જેમાં રાજ્યભરમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે ગંભીર ચિંતા કરી સિવિલ હોસ્પિટલના તબીબો સાથે કોર કમિટીની બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદ સહિત રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રીના મુખ્ય સચિવ  કે.કૈલાસનાથનને મેદાનમાં ઉતર્યા છે.તેમણે બુધવારે  સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી લીધી હતી.હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ આગોતરા આયોજનના ભાગરૂપે  દર્દીઓની જન સુખાકારી માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના માટે તબીબો સાથે સમૂહમાં ચર્ચા કરીને વિચારણાં બાદ આ નિર્ણય હાથ ધરવામાં આવ્યા હતા.સિવિલ મેડિસીટીમા આવેલી કેન્સર , કિડની હોસ્પિટલની નવી બિલ્ડીંગને કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે કોરોનામાં પરિવર્તિત કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ બેઠકમાં આરોગ્ય કમિશનર  જયપ્રકાશ શિવહરે, સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો જે. વી. મોદી, IKDRCના ડાયરેક્ટર  વિનીત મિશ્રા,બી.જે.મેડિકલ કોલેજના ડીન ડૉ.પ્રણય શાહ સહિત જે-તે વિભાગના વડા,સહિત સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: