23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

કોરોનાની બીજી લહેર બાદ હવે દેશમાં ત્રીજી લહેરના પડઘમ

  • કોરોનાની બીજી લહેર બાદ હવે દેશમાં ત્રીજી લહેરના પડઘમ
  • કોરોનાનો પોઝિટિવિટી રેટ થયો બમણો
  • છેલ્લા 24 કલાકમાં 42,667 કોરોનાના નવા કેસ આવ્યા સામે
  • હાલ દેશમાં કોરોનાના 3.99 લાખ દર્દી સારવાર હેઠળ

કોરોનાની બીજી લહેર શાંત પડ્યા બાદ દેશમાં કોરોનાના આંકડા સામે આવતા ત્રીજી લહેરની શરૂઆતના પડઘમ સંભળાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,667 કોરોનાના નવા કેસ સામે આવ્યા  છે. જેમાં 36,422 લોકો સાજા થવાની સાથે 342 લોકો મૃત્યુ પામ્યા હતા. આ રીતે એક્ટિવ કેસ  એટલે કે  સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં 5,898 નો વધારો નોંધવામાં આવ્યો હતો.તેમજ હાલમાં દેશમાં 3.99 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

દેશમાં ત્રીજી લહેરના સંકેતો સાથે છેલ્લા 10 દિવસોમાંથી, 9 દિવસ40 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.તેમજ  24 ઓગસ્ટથી અત્યાર સુધી  એટલે કે 12 દિવસ દરમિયાન કોરોનાના કેસની જો વાત કરવામાં આવે તો  11 વખત આવું બન્યું છે કે જેમાં એક્ટિવ કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે. માત્ર 30 ઓગસ્ટના રોજ એક્ટિવ કેસમાં 6,200 નો ઘટાડો થયો હતો. ત્યારબાદ કોરોનાના પોઝિટિવિટી રેટમાં નોંધપાત્ર   વધારો થઇ રહ્યો છે. જો ગત દિવસો દરમિયાન કોરોનાના નોંધાયેલા કેસોની વાત કરવામાં આવે તો 23 ઓગસ્ટની રોજ પોઝીવીટી રેટ 1.3% હતો, ત્યાર બાદ 2 સપ્ટેમ્બરના રોજ તે વધીને 2.7% થયો થયો હતો. સરળ ભાષામાં સમજીએ તો 23 ઓગસ્ટના રોજ 300 ટેસ્ટ કરવા પર 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો હતો, તો હવે 8 લોકો પોઝિટિવ મળી રહ્યા છે.આ સાથે જ દેશના મુખ્ય ૭ રાજ્યમાં સામે આવેલા કોરોનાના કેસને લઇ ત્રીજી લહેરના પડઘમ સંભળાઈ રહ્યા છે.  તેમજ કોરોનાના આંકડાની વિગતવાર માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો કેરળમાં શુક્રવારે 29,322 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 22,938 લોકો સાજા થયા અને 131 લોકોના મોત થયા હતા. તેમજ અહીં અત્યાર સુધીમાં 41.51 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી  38.83 લાખ લોકો સાજા થઈ ગયા છે, સાથે 2.40 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 21,280 લોકોના મોત થયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો શુક્રવારે અહી 4,313 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 4,360 લોકો સાજા થયા અને 92 લોકોના મોત થયા હતા.

 તેમજ અહીં અત્યાર સુધીમાં 64.77 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી  62.86 લાખ લોકો સાજા થઈ ગયા છે, ત્યારે  50,466 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 1.37 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ જો ઉત્તરપ્રદેશ ની વાત કરવામાં આવે તો અહીં શુક્રવારે 15 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. સાથે જ 21 લોકો સાજા થયા અને 13 ના મોત થયા હતા. અત્યાર સુધી ઉત્તરપ્રદેશ રાજ્યમાં 17.09 લાખથી વધુ લોકો સંક્રમિત થવાની સાથે  તેમાંથી  16.86 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 22,857 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ અહીં 239 લોકો સારવાર હેઠળ છે. આ સાથે દેશની રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો શુક્રવારે 35 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 37 લોકો સાજા થયા હતા. તેમજ અત્યાર સુધીમાં 14.37 લાખ લોકો સક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથિ 14.12 લાખથી વધુ લોકો સાજા થયા છે. જ્યારે 25,082 લોકોના મોત થયા છે. આ સાથે જ અહીં 362 દર્દીઓ સારવાર હેઠળ છે.ત્યારબાદ રાજસ્થાન ની વાત કરવામાં આવે તો અહીં શુક્રવારે 8 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 6 લોકો સાજા થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 9.54 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 9.45 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 8,954 દર્દીઓના મોત થઈ ગયા છે. 86 દર્દીની સારવાર ચાલી રહી છે. ત્યારે બીજી લહેર વખતે ટોપ 5 માં આવેલા રાજ્ય એવા ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહી છેલ્લા 24 કલાકમાં 16 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આ દરમિયાન 14 લોકો સાજા થયા અને એક દર્દીનો મોત થયું હતું. વધુ માહિતી અનુસાર અહીં અત્યાર સુધીમાં લગભગ 8.25 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમાંથી 8.15 લાખ લોકો સાજા થઈ ગયા છે , અહીં 149 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 10,082 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ હાલમાં કોરોના ના કેસને લઈને ચર્ચાઈ રહેલા મધ્ય પ્રદેશની જો વાત કરવામાં આવે તો અહીં  છેલ્લા ૨૪ કલાક માં  કોરોનાના 18 નવા કેસ નોંધાયા હતા અને 8 લોકો સાજા થયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 7.92 લાખ લોકો સંક્રમણની ઝેપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.81 લાખ લોકો સાજા થઈ ગયા છે. તેમજ  હાલમાં 101 દર્દીની સારવાર ચાલી રહી છે. , જ્યારે 10,516 લોકોના મોત થયા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: