12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

દેશમાં 9 રાજ્યો એ “બ્લેક ફંગસ”ને મહામારી જાહેર કરી

  • કોરોનાવાયરસના કહેર વચ્ચે દેશભરમાં બ્લેક ફંગસનો ભરડો
  • દેશમાં 9 રાજ્યો એ “બ્લેક ફંગસ”ને મહામારી જાહેર કરી
  • ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહીત 15 રાજ્યમાં નોંધાયા બ્લેક ફંગસના કેસ
  • 15 રાજ્યમાં બ્લેક ફંગસના નોંધાયા 9,320 કેસ

સમગ્ર દેશમાં કોરોનાવાયરસના કહેર વચ્ચે હવે બ્લેક ફંગસનો ખતરો જોવા મળી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ  સહિત 15 રાજ્યમાં અત્યારસુધી બ્લેક ફંગસના 9,320 કેસ સામે આવ્યા છે, જેમાંથી 235 લોકોનાં મોત નીપજ્યાં છે. માહિતી અનુસાર ગુજરાતમાં અત્યારસુધી દેશનાં અન્ય રાજ્ય કરતાં સૌથી વધુ 5 હજાર કેસ સામે આવી ચૂક્યા છે. આ મહામારીને હરિયાણાએ સૌથી પહેલા આ બીમારીને મહામારી તરીકે જાહેર કરી દીધી હતી. સૌ પ્રથમ રાજસ્થાને પણ દ્વારા  બ્લેક ફંગસને મહામારી જાહેર કરાયા બાદ  કેન્દ્ર સરકારે તમામ પરિસ્થિતિનું અવલોકન કરતાં પ્રત્યેક રાજ્યોને જણાવ્યું હતું કે આ બીમારીને પેન્ડેમિક એક્ટ હેઠળ નોટિફાય કરવી જોઈએ. ત્યાર પછી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુએ પણ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દીધી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: