24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

નાઈજીરિયાએ લગાવ્યો ટ્વીટર પર પ્રતિબંધ

  • ટ્વિટરની હરકતોથી નાઈજીરિયામાં મચ્યો બબાલ
  • નાઈજીરિયા સરકારે ટ્વિટરના ઉપયોગ પર અનિશ્ચિત કાલ સુધી લગાવી રોક 
  • ટ્વીટરે રાષ્ટ્રપતિના ટ્વીટને કર્યુ હતું ડિલીટ

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ટ્વિટરની પોતાની જાહેર કરેલી નીતિઓ વિરુદ્ધ બબાલ મચી છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના એકાઉન્ટને અનવેરિફાઇડ કર્યા બાદ રસ્તો બદલી લેનાર ટ્વિટર પર નાઇજીરીયાએ એક મોટી કાર્યવાહી કરી છે. નાઇજીરીયાએ પોતાના દેશમાં ટ્વિટરના ઉપયોગ પર અનિશ્ચિતકાળ સુધી રોક લગાવી દીધી છે.

આજકાલ વધતા જતા ઉપયોગ વચ્ચે ટ્વીટર મનમાનીઓ કરતુ હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ભારતમાં ટ્વીટરનો વિવાદ હજુ સુધી ઠારે પડ્યો નથી ત્યા તો એવું જાણવા મળી રહ્યું છે કે થોડા દિવસ અગાઉ ટ્વિટરે નાઇજીરીયાના રાષ્ટ્રપતિ મોહમ્મદુ બુખારીના એક ટ્વીટને પોતાના નિયમોની વિરુદ્ધ માનીને તેને રીમુવ કરી દીધુ હતું. નાઇજીરીયા સરકારે પોતાના નિવેદનમાં પણ એવું કહ્યું હતું કે ટ્વિટરનો ઉપયોગ તેના દેશના જ કોર્પોરેટના અસ્તિત્વને નુકશાન પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. જો કે સરકારી નિવેદનમાં ક્યાય પણ રાષ્ટ્રપતિના ટ્વીટને ડિલીટ કરવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો ટ્વિટરે આ જાહેરાતને ચિંતાજનક પણ ગણાવી છે. નાઇજીરીયન સરકારનો એવો દાવો છે કે ટ્વિટર અત્યારે બેવડા માપદંડ અપનાવી રહયું છે. તેમાં એવું જણાવવામાં આવ્યું નથી કે આખરે ટ્વિટરને કારણે નાઇજીરીયાના કોર્પોરેટ કઈ રીતે પ્રભાવિત થઈ રહ્યું હતું. વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલા નાઇજીરીયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુખારીએ એક ટ્વીટમાં ગૃહયુદ્ધનો ઉલ્લેખ કરતા પોતાના વિરોધીઓ નિશાન સાંધતા એવું લખ્યું હતું કે- જે પણ લોકો આજે ખરાબ વર્તન કરી રહ્યાં છે, તેમણે તેની ભાષામાં સમજાવવા જોઈએ, જોકે આ ટ્વીટને 1 જૂને ટ્વિટરે ગાઇડલાઇનનું ઉલ્લંઘન ગણાવી ડીલીટ કર્યું હતું. તે પછી જ સરકાર અને ટ્વિટર વચ્ચે તણાવ શરૂ થયો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: