12 C
Ahmedabad
Sunday, January 16, 2022
spot_imgspot_img

Latest Posts

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આપ્યા રાહતના સમાચાર

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આપ્યા રાહતના સમાચાર
  • ઓમિક્રોન વેરિએન્ટ અત્યાર સુધીમાં 14 દેશોમાં મળી આવ્યો છે: માંડવિયા
  • ભારતમાં કોરોનાનો નવા ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી: માંડવિયા
  • કેન્દ્ર સરકાર તરફથી કોવિડને પહોંચી વળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરાઈ રહ્યા છે: માંડવિયા
  • ડેન્ગ્યૂ અને ટીબીની રસી પર કામ ચાલુ છે: માંડવિયા

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કોરોના વેરિએન્ટે સમગ્ર દુનિયામાં હડકંપ મચાવ્યો છે. આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ રાહતના સમાચાર આપ્યા હતા. તેમણે આજે રાજ્યસભામાં કહ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાનો નવા ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે રાજ્યસભામાં કહ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. અત્રે જણાવવાનું કે આંધ્ર પ્રદેશના ભાજપના ટીજી વેંકટેશનો સવાલ હતો કે, નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે સરકાર શું કરી રહી છે. જેના પર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ઓમિક્રોન વેરિએન્ટ અત્યાર સુધીમાં 14 દેશોમાં મળી આવ્યો છે. અને ભારતમાં હજુ તેનો કોઈ કેસ નોંધાયો નથી. આ અંગે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જીનોમિંગ સીક્વેન્સિંગ કરાઈ રહ્યું છે. તેનાથી બચાવને લઈને નિયમોનું પાલન થઈ રહ્યું છે. તે અંગે તમામ તૈયારીઓ થઈ રહી છે. આપણી પાસે સંસાધનોની કમી નથી આથી આપણે કોઈ પણ સ્થિતિને પહોંચી વળી શકીએ છીએ. કેન્દ્ર સરકાર તરફથી કોવિડને પહોંચી વળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું કહેવું છે કે, ડેન્ગ્યૂ અને ટીબીની રસી પર કામ ચાલુ છે. એક્સપર્ટ ઓપિનિયમ બાદ જ રસી ઉપલબ્ધ કરાશે. દર વર્ષે ટીબીના 21-22 લાખ કેસ સામે આવે છે. તે માટે સરકાર કામ કરી રહી છે. કોવિડ દરમિયાન ટીબીના કેસ ઓછા સામે આવ્યા. પરંતુ અમે આમ છતાં પ્રયત્નો ચાલુ રાખ્યા છે. આ માટે રસી પર કામ ચાલુ છે. અમે નક્કી કર્યું છે કે, ટીબીને દેશમાંથી બહાર કરવો છે. આ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બેસ્ટ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. દવાઓ અપાઈ રહી છે. દર્દી કુપોષિત ન થાય તે માટે દર્દીને દર મહિને 500 રૂપિયા અપાઈ રહ્યા છે. 2-25 પહેલા ટીબીને ખતમ કરવાનો પ્રયત્ન છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: