24 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

નવનિયુક્ત મુખ્યમંત્રીએ લીધી ધુંવાવ ગામની મુલાકાત

  • જામનગરમાં ધોધમાર વરસાદથી ધુંવાવ ગામ થયું પાણી-પાણી
  • નવનિયુક્ત મુખ્યમંત્રીએ લીધી ધુંવાવ ગામની મુલાકાત
  • અસરગ્રસ્તોને સંપૂર્ણ સહાય આપવાની આપી ખાતરી
  • ગામના ઘરોમાં ૫ થી ૬ ફૂટ જેટલાં પાણી ભરાયાં

જામનગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે .ધુંવાવ ગામમાં પાણી ફરી વળતા નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મુલાકાતે પહોચ્યા હતા. આ સાથે તેમણે ગામના અસરગ્રસ્તોને સંપૂર્ણ સહાય આપવાની ખાતરી આપી હતી.. જામનગર પર જાણે કે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય તેમ મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધુંવાવ ગામે પહોંચ્યા હતા  અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી .

જળપ્રલયને કારણે જામનગરનું ધુંવાવ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું અને ૨૪ કલાકના જળતાંડવે ભારે તબાહી નોતરી છે. નવનિયુક્ત મુખ્યમંત્રીએ ધુંવાવ ગામની મુલાકાત લીધી હતી .તેમણે અસરગ્રસ્તોને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. ગ્રામજનો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાક ખૂબ જ ભયાનક હતા. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. પાણીને કારણે અનેક પશુઓ તણાઈ ગયાં છે તો કેટલાંક પશુઓ બાંધેલા હોવાથી એ જ અવસ્થામાં મોતને ભેટ્યાં છે. ખેતરો નદીમાં ફેરવાઈ ગયાં છે..જામનગરમાં અલિયાબાડા અને કાલાવડના ધોધમાર વરસાદના પાણી ધુંવાવ ગામમાં ફરી વળ્યાં હતાં. બીજી બાજુ દરિયામાં ભરતી હતી અને એને કારણે પાણી ગામ તરફ આવતું હતું, તેથી આ ગામમાં પાણીનો દરિયા તરફ નિકાલ ન થતાં ઓછા વરસાદે પણ આ ગામ તારાજ થઇ ગયું હતું.ગઇકાલે આ ગામમાં ભયંકર પૂર આવ્યું હતું. આ પૂરમાં ૭૫ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. લગભગ ગામનાં મોટા ભાગનાં ઘરોમાં ૫ થી ૬ ફૂટ જેટલાં પાણી ભરાયાં હતાં.

 જગદીશ ખેતીયા લાઇવ ગુજરાત ન્યુઝ , જામનગર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: