11 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

25 દિવસ પહેલાં વ્હાઈટ હાઉસ છોડનારા ટ્રમ્પ વિરુદ્ધ ન્યૂયોર્ક-જ્યોર્જિંયામાં તપાસ

  • 25 દિવસ પહેલાં વ્હાઈટ હાઉસ છોડનારા ટ્રમ્પ વિરુદ્ધ ન્યૂયોર્ક-જ્યોર્જિંયામાં તપાસ
  • ટ્રમ્પ પર બે મહિલાઓ દ્વારા યૌનઉત્પીડન તેમજ માનહાનિ કેસ પણ સામેલ
  • કેપિટલ હિંસાની તપાસ 9/11 હુમલા જેવી હોઈ શકે છે

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે બીજી વાર પણ મહાભિયોગ કાર્યવાહીમાંથી બચી ગયા હોય પરંતુ તેમની મુશ્કેલીઓ ઓછી નથી થવાની. કહેવાય છે કે ટ્રમ્પને નવી કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે કારણ કે ન્યૂયોર્કમાં તેમની વિરુદ્ધ ગુનાઈત તપાસ કરી રહેલી ટીમ સાથે જ્યોર્જિયાના ફરિયાદીઓએ હાથ મિલાવી લીધો છે.

પૂર્વ પ્રમુખ મહાભિયોગમાંથી બીજી વાર મુક્ત પરંતુ મુશ્કેલીઓ હજુ ઓછી નથી થઈ. તેમજ હકીકતમાં 6 જાન્યુઆરીએ કેપિટલ હિલમાં થયેલી હિંસાને લઈને ગયા અઠવાડિયે સેનેટમાં ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી થઈ, ત્યારે જ્યોર્જિયાના અધિકારીઓએ જાહેરાત કરી કે અમે ટ્રમ્પ દ્વારા પ્રમુખ પદની ચૂંટણીનાં પરિણામો પલટાવી દેવાના પ્રયાસની તપાસ શરૂ કરી છે. ટ્રમ્પે પરિણામો બદલવા અધિકારીઓ પર કેવી રીતે દબાણ કર્યું હતું તેની પણ તપાસ થવાની છે અને બીજી તરફ, ટ્રમ્પ વિરુદ્ધ ન્યૂયોર્કમાં પણ ગુનાઈત તપાસ ચાલી રહી છે. મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ એ તપાસ કરી રહી છે કે, ટ્રમ્પની સંસ્થાઓએ વીમા, ટેક્સ અને અન્ય યોજનાઓ થકી છેતરપિંડી કરીને કયા કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. એની પણ તપાસ શરૂ કરાઈ છે કે, ટ્રમ્પની વિવિધ સંસ્થાઓએ કરેલી લોન અરજીમાં નાણાકીય સંસ્થાઓને ખોટી માહિતી તો નથી અપાઈ ને!આ ઉપરાંત નોંધનયી છે કે પ્રમુખ તરીકે હટ્યા અને વ્હાઈટ હાઉસ છોડ્યાને ડોનાલ્ડ ટ્રમ્પને હજુ ચાર અઠવાડિયાં જ થયાં છે, પરંતુ તેમના પર કેસની સંખ્યા વધી રહી છે. આ મામલા સિવાય બે મહિલાઓ દ્વારા યૌનઉત્પીડન તેમજ માનહાનિ કેસ પણ દાખલ છે. ટ્રમ્પ પર દબાણ એટલે વધુ છે કારણ કે, બિઝનેસની સાથે ટ્રમ્પ રાજકારણમાં પણ સક્રિય રહેવા ઈચ્છે છે. કેપિટલ હિલમાં થયેલી હિંસાને લઈને અમેરિકાના બંને રાજકીય પક્ષ ઈચ્છે છે કે આ ઘટનાની 9/11 જેવી જ સ્વતંત્ર તપાસ થવી જોઈએ. આ તોફાનોના મામલામાં તપાસની પદ્ધતિસરની યોજના પણ બનાવાઈ છે. આ વિશે સેનેટ રૂલ્સ કમિટીમાં આ મહિનાના અંતે સુનાવણી થવાની છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: