26 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

મહારાષ્ટ્રમાં નેવી ઓફિસરની અપહરણ બાદ થઇ હત્યા

  • મહારાષ્ટ્રમાં નેવી ઓફિસરની અપહરણ બાદ કરાઈ હત્યા
  • રાંચીના નૌકાદળના સૈનિકનું ચેન્નઈથી થયું અપહરણ
  • 10 લાખની ખંડણી નહીં મળતા પાલઘરમાં જીવતો સળગાવી દીધો

ચેન્નઈથી અપહરણ કરવામાં આવેલ નવી ઓફિસરને અપહરણકર્તાઓએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જીવતા સળગાવી દીધા છે. ગંભીર રીતે દાઝી ગયેલા અધિકારીએ શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની મુક્તિ માટે રૂપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી.

પાલઘરના એસપી દત્તાત્રય શિંદેએ કહ્યું કે 27 વર્ષના નેવી ઓફિસર સુરજ કુમાર દુબે ઝારખંડના રાંચીના રહેવાસી હતા. તેમનું પોસ્ટિંગ કોઈમ્બતુર પાસે INS અગ્રણી પર થયું હતું. તેમજ 30 જાન્યુઆરીના રોજ ચેન્નાઈ એરપોર્ટ બહારથી તેમનું અપહરણ થઈ ગયું હતું. હજુ એ બાબત સ્પષ્ટ થઈ નથી કે સુરજ એરપોર્ટ શા માટે ગયા હતા. એવી માહિતી મળી છે કે સુરજ રજાઓ પર હતા. 3 દિવસ સુધી ચેન્નાઈમાં રહ્યા બાદ અપહરણકર્તાઓ તેમને પાલઘર લઈ ગયા હતા. તેમના પરિવાર પાસેથી 10 લાખની ખંડણી માંગી હતી. પોલીસનું માનવું છે કે પૈસા ન મળતા સુરજને શુક્રવારે પાલઘરના જંગલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની ઉપર પેટ્રોલ છાટી આગ લગાવી હતી. જે સમયે સુરજને સળગાવી રહ્યા હતા ત્યારે ત્યાથી પસાર થતી એક વ્યક્તિએ બૂમો પાડી હતી, જેને પગલે આરોપીઓ સુરજને છોડી ભાગી છૂટ્યા હતા. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ભાનમાં આવતા સુરજે પોલીસને અપહરણકર્તા અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત સુરજી સ્થિતિ વધુ બગડતા ડોક્ટરોએ તેને મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનુ અવસાન થયું હતું. એસપી દત્તાત્રય શિંદેએ કહ્યું કે સુરજના પરિવારને માહિતી આપવામાં આવી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: