19 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

સુરતમાં મોંઘીદાટ મોટર સાયકલોની ચોરી કરનાર ચોરોની નસવાડી પોલીસે કરી ધરપકડ

  • સુરતમાં મોંઘીદાટ મોટર સાયકલોની ચોરી કરનાર ચોરોની નસવાડી પોલીસે કરી ધરપકડ   
  • ગાડીના સ્પેરપાર્ટ્સ છુટ્ટા કરીને કરતા હતા ચોરી
  • પોલીસે કુલ ૩ લાખ ૮૦ હજારના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની કરી ધરપકડ
  •  ત્રણ આરોપીની ધરપકડ કરી પોલીસે હાથ ધરી કાર્યવાહી

રાજ્યમાં મોંઘવારી વધવાની સાથે સાથે ચોરીની ઘટનામાં પણ વધારો થયો છે. ત્યારે  સુરતમાંથી મોંઘીદાટ મોટરસાયકલોની ચોરીમાં સંડોવાયેલા ત્રણ ખાનદાની ઈસમોની બાતમી ના આધારે નસવાડી પોલીસે ધરપકડ કરી છે . સાથે જ નસવાડી પોલીસે   કુલ ૩ લાખ ૮૦ હજારનો મુદ્દામાલ  ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતમાંથી ચોરાયેલ મોઘીદાટ મોટર સાયકલોને મધ્યપ્રદેશના સાગરીત દ્વારા મેળવી તેના સ્પેરપાટ છુટ્ટા કરી એક રોયલ ઇન્ફીલ્ડ બુલેટ ૩૫૦સીસી તેમજ બજાજ કેટીએમ સ્પીડ બાઇકના છુટ્ટા કરેલ સ્પેરપાર્ટ મુદ્દામાલ ૩ લાખ ૮૦ હજાર સાથે ત્રણ ખાનદાની નબીરાઓની ધરપકડ થઇ હતી .નસવાડી પોલીસસ્ટાફના ખાનગી બાતમીદારો થકી બાતમી મળી હતી કે, જયકુમાર તળબદા કોળી રહે. ચલામલી મધ્યપ્રદેશના તેના સાગરીત દ્વારા નસવાડી ટાઉનમાં તથા ગઢબોરીયાદ ગામે એક બુલેટ મોટરસાયકલ તથા એક બજાજ કેટીએમ મોટર સાયકલ સસ્તામાં આપી છે અને તેઓ તે મોઘીદાટ  ગાડીના સ્પેરપાર્ટ છુટ્ટા કરી જુની ગાડીમાં ચડાવી વેચાણ કરે છે.  ઘટનામાં પકડાયેલ મુખ્ય સુત્રધાર જયકુમાર તળબદા કોળીની પુછપરછ કરતા તેઓના મધ્યપ્રદેશના મિત્ર અંકેશભાઇ તોમર રહે. અંબા તા.સોંઢવા  જી.અલીરાજપુર પાસેથી મેળવી લાવી અલગ અલગ ગ્રાહકોને આપતો હતો. જેમાં એક રોયલ ઈનફિલ્ડ બુલેટ અને બજાજ કેટીએમ સાથે મળીને કુલ મુદ્દામાલ 3 લાખ 80 હજાર નસવાડી પોલીસ કબ્જે કરેલ છે.પકડાયેલ ઇસમોના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિનેશ ગોડ લાઈવ ગુજરાત ન્યુઝ, નસવાડી

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: