23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

FIR થયા બાદ નારાયણ રાણેનું મોટું નિવેદન

  • ઉદ્ધવ ઠાકરે સામે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરી ફસાયા નારાયણ રાણે
  • શિવસેનાના નિશાના હેઠળ આવેલા કેન્દ્રીય મંત્રીની કરાઈ હતી ધરપકડ
  • એફઆઈઆર થયા બાદ રાણેનું મોટું નિવેદન સામે આવ્યું
  • જો 15 ઓગસ્ટ વિશે કોઈને ખબર ન હોય તો શું તે ગુનો નથી…? : નારાયણ રાણે
  • જો કોઈ મને બદનામ કરશે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે : રાણે
  • હું કોઈ નાનોસુનો માણસ નથી. હું કેન્દ્રીય મંત્રી છું: નારાયણ રાણે

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે ખરાબ રીતે ફસાયા છે. આ મામલે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.. જો કે અટકાયતના થોડા કલાકો બાદ જ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત થયા બાદ તેમને કયું હતું કે આવું નિવેદન આપી મેં કોઈ ગુનો કર્યો નથી. જો 15 ઓગસ્ટ વિશે કોઈને ખબર ન હોય અને તે વિશે કહેવું તે શું ગુનો છે…?

શિવસેનાના નિશાના હેઠળ આવેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું છે કે આ વિશે જાણ્યા વગર જ પોલીસ મારી ધરપકડ કરવા નીકળી ગઈ હતી. મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી રાણેએ કહ્યું કે મને કોઈ જાણકારી નહોતી મળી કે મારી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. મેં કોઈ ગુનો કર્યો જ નથી. તેમણે આગળ કહ્યું કે શિવસેનાના કયા નેતા આ કહી રહ્યા છે, તેનું નામ જણાવો. મેં રાજકારણમાં આટલા વર્ષો વિતાવ્યા છે, હું તમામ કાયદાઓ જાણું છું. જો કોઈ મને બદનામ કરશે તો અમે તેમની સામે ફરિયાદ દાખલ કરીશું. રાણેએ કહ્યું કે હું નાનો માણસ નથી. હું કેન્દ્રીય મંત્રી છું. હું કોઈને જવાબદાર ઠેરવવા બંધાયેલો નથી. હું મીડિયાનો આદર કરું છું તેથી જ હું જવાબ આપી રહ્યો છું. મેં કોઈ ગુનો કર્યો નથી. પથ્થરમારો એ પુરુષાર્થ નથી. મારી વિરુદ્ધ આદેશો જારી કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે હું કોઈની આક્રમકતાથી ડરતો નથી. અમે તેમને બેવડી આક્રમકતા બતાવી શકીએ છીએ. અમારી પણ કેન્દ્રમાં સરકાર છે… આપને જણાવી દઈએ કે પુણેના ચતુરશ્રિંગી પોલીસ સ્ટેશનમાં યુવા સેનાની ફરિયાદ બાદ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. નારાયણ રાણે વિરુદ્ધ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ IPC ની કલમ 153 અને 505 હેઠળ FIR નોંધવામાં આવી હતી. નાસિક પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે હાલ તો રાણેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: