19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સાંસદે તાલિબાનને આપ્યું સમર્થન

  • ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સાંસદે તાલિબાનને આપ્યું સમર્થન
  • તેમણે સૌથી મજબૂત ફૌજ બનાવી છે તેમની હિંમતને સલામ : સજ્જાદ નોમાની
  • તાલિબાનને સમર્થન આપતા મૌલાના સામે લોકોમાં રોષ

અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો મેળવી લીધા બાદ સમગ્ર વિશ્વની નજર હાલ અફઘાનિસ્તાનની સ્થિતી પર છે. જોકે આ પરિસ્થિતીમાં ઘણા લોકો એવા પણ છે જેઓ તાલિબાનને સમર્થન આપી રહ્યા છે. અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ પણ તાલિબાનને સમર્થન આપ્યું છે. મૌલાના સજ્જાદ નોમાનીએ તાલિબાનની હરકતોને સલામ આપતા કહ્યું કે તેમણે સૌથી મજબૂત ફૌજ બનાવી છે. અને તેમના આ નિવેદન બાદ તેઓ વિવાદોમાં ઘેરાયા છે. આ સાથે જ લોકોમાં રોષનો માહોલ પણ ફેલાયો છે. મૌલાના સજ્જાદ નોમાનીએ એવું કે કહ્યુ કાબુલમાં જ્યારે તેઓ ઘુસ્યા ત્યારે સમગ્ર વિશ્વએ જોયું કે કેવી રીતે તેમણે કબ્જો મેળવ્યો. તેમનામાં જરા પણ ઘમંડ ન હતો અને તેઓ કાબુલમાં જ્યારે ગયા ત્યારે તેમણે કાબુલની જમીનને ચૂમી હતી. વધુમાં મૌલાનાએ તાલિબાનને સમર્થન આપતા જણાવ્યું હતું  કે તમારાથી દૂર બેઠેલો મુસલમાન તમારી હિંમત અને હોસલાને સલામ કરે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: