- જસદણ આશાપુરા માતાજી મંદિરના સંત અને તેમના માતાજી કરશે પદયાત્રા
- 450 કિલોમીટરની જસદણથી કચ્છની પદયાત્રાએ મંગળવારે કર્યું હતું પ્રસ્થાન
- 13 એપ્રિલના દિવસે કચ્છમાં આવેલ માતાના મઢ ખાતે પહોચશે સંઘ
- જસદણથી પ્રસ્થાન કરી ચોટીલા, માટેલ, વાઢયતીર્થ સહિત કચ્છનો સમાવેશ
જસદણ આશાપુરા માતાજી મંદિરના સંત અને તેમના માતાજી સતત 24 માં વર્ષે કરશે માતાના મઢની 450 કિલોમીટરની પદયાત્રાએ મંગળવારના દિવસે પ્રસ્થાન કર્યું હતું .જસદણથી ચોટીલા, માટેલ, વાઢયતીર્થ સહિતના ધાર્મિક સ્થળોએ થઈને આ સંઘ આગામી તા.13 એપ્રિલના રોજ કચ્છમાં આવેલ માતાના મઢ ખાતે પહોચશે.
અસ્થિર મનના માનવીને સીધો રસ્તો પણ મળતો નથી, અડગ મનનાં માનવીને હિમાલય દુર લાગતો નથી અહિયાં કચ્છડો દુર લાગતો નથી” એ કહેવત મુજબ વૈષ્ણવ સમાજના માર્ગી સંપ્રદાય ધરાવતા જસદણના સંત મહેશબાપુ મેસવાણીયા અને માતાજી પ્રવિણાબેન મેસવાણીયા જેઓ 60 વર્ષ વટાવી ચુકેલા છે જે સતત 23 વર્ષથી માતાના મઢ કચ્છ સુધી 450 કિલોમીટરની પદયાત્રા કરે છે. ત્યારે આ વર્ષે પણ 24 મી પદયાત્રાનું મંગળવારના રોજ સાંજે 7-30 કલાકે જસદણ શહેરના આશાપુરા માતાજીના મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા જસદણથી પ્રસ્થાન કરી ચોટીલા, માટેલ, વાઢયતીર્થ સહિતના ધાર્મિક સ્થળોએ થઈને 450 કી.મી. પદયાત્રા કરી આ સંઘ આગામી તા.13 એપ્રિલના રોજ કચ્છમાં આવેલ માતાના મઢ ખાતે પહોચશે. આ પદયાત્રામાં જોડાતા ભાવિકોને જસદણના શ્રી આશાપુરા માતાજી મંદિર તરફથી વિનામૂલ્યે ભોજન-નાસ્તા પણ આપવામાં આવે છે.
- હરેશ તેરૈયા લાઈવ ગુજરાત ન્યુઝ જસદણ