22 C
Ahmedabad
Saturday, November 27, 2021
spot_imgspot_img

Latest Posts

દાહોદ જીલ્લામાં વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ફોર્મ 700થી વધુ લોકોએ ભર્યા

  • વિધાર્થી એજ્યુકેશન સહાયના બહાને છેતરપીંડી…?
  • સંજેલી પોસ્ટ ઓફિસ ખાતે દસ દિવસમાં ૭૦૦થી વધુએ ફોર્મ રજીસ્ટર એડી કર્યા
  • નડિયાદના એક ખાનગી ટ્રસ્ટ દ્વારા બહાર પડાયા એજ્યુકેશન સહાયના ફોર્મ
  • એજ્યુકેશન સહાયના ફોર્મ પર લખેલ મોબાઈલ નંબર આવે છે સતત બંધ
  • સંજેલીમાં ગામડાની ભોળી ભાળી પ્રજા સાથે છેતરપીંડી થવાની ભીતિ સેવાઈ

દાહોદ જીલ્લામાં ધોરણ 1 થી 12  અને કોલેજ તેમજ અન્ય કોર્સ માટે વિદ્યાર્થીઓને પાંચ હજારથી દસ હજાર સુધીની સહાય માટે વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરીટેબલ ટ્રસ્ટ નડિયાદ દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. તેને જમા કરાવવા પોસ્ટ ઓફિસમાં ભરી રજીસ્ટર એડી કરો તેવી લોભામણી જાહેરાત કરતા અનેક લોકોએ ફોર્મ સબમિટ કરવા પોસ્ટ ઓફિસમાં ધસારો કર્યો છે. પોસ્ટના અધિકારી દ્વારા કહેવા અનુસાર સરકાર દ્વારા આવી કોઈ યોજના બહાર પડાઈ નથી. તો આ ટ્રસ્ટ દ્વારા ફોર્મ સાથે સો રુપિયા અને ડોક્યુમેન્ટ લઈ કરોડો રૂપિયા ભેગા કરવાની લોભામણી લાલચ તો નથી ને…? તેવી જાગૃત લોકોમાં ચર્ચા  થઇ રહી છે. સાથે જ આ સમગ્ર મામલો તંત્ર માટે તપાસનો વિષય બન્યો છે.

દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી, સુખસર, ઝાલોદ સહિતના તાલુકાઓમાં એજ્યુકેશન સહાય મેળવવા માટેનું ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ફોર્મ ભરવા માટે હાલ ભાગદોડ થઇ રહી છે. પરંતુ કોઈ પણ જાતની સરકારની જાહેરાત વિના ફોર્મ પણ બજારમાં વહેચાવા લાગ્યા છે. અને સરકાર દ્વારા ૫૫૦ થી ૮૦૦ રૂપિયા સુધીની ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. એવો દાવો પણ આ ફોર્મમાં કરાયો છે. નડિયાદના વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ હજારથી માંડીને દસ હજાર સુધીની સહાય મેળવવા માટેનું ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લાઇટબિલ, રેશનકાર્ડ, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ, માર્કશીટ અને બે વોટ્સએપ નંબર તેમજ 100 રૂપિયા કવરમાં જોડાણ સાથે ફોર્મ પોસ્ટ ઓફિસ મારફતે રજીસ્ટર એડી કરવાનું જણાવાતા ગામડાના ભોળા લોકો મોટી સંખ્યામાં પોસ્ટ ઓફિસમાં ઉમટી પડે છે. સંજેલી પોસ્ટ ઓફીસના અધિકારીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 700 જેટલા લોકોએ આ ફોર્મ ભર્યા છે. ઉલ્લેખનીય છે કે સરકારની આવી કોઈપણ જાહેરાત નથી. તેમ છતાં પણ આવા ટ્રસ્ટો દ્વારા ફોર્મ બહાર પાડી સો રુપિયા અને ડોક્યુમેન્ટ ઉઘરાવી પાંચ હજારથી દસ હજાર સુધીની એજ્યુકેશન સહાય અરજી ફોર્મ બહાર પાડી લોભામણી લાલચ આપી રૂપિયા ખંખેરવાનો પ્લાન ઘડવામાં આવ્યો છે. અને લોકોના ડોક્યુમેન્ટો લઈ બેન્ક ખાતામાંથી બારોબાર નાણાં ખંખેરવાનો અને ડોક્યુમેન્ટને અન્ય જગ્યાએ ઉપયોગ કરવાનો કારસો કરવામાં આવ્યો હોય તે ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ફરહાન પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ સંજેલી

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: