21 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદમાં મેટ્રો-બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત 6500થી વધુ વૃક્ષોનું નિકંદન

  • મેટ્રો-બુલેટ ટ્રેન માટે હજુ પણ કપાશે એક હજાર વૃક્ષ…?
  • મેટ્રો ટ્રેનના સંચાલન માટે પાટનગર ગાંધીનગરમાં વૃક્ષો કાપવાની મંજુરીની પ્રક્રિયા
  • બુલેટ અને મેટ્રો ટ્રેન માટે પહેલાથી જ સાડા છ હજારથી વધુ વૃક્ષ કાપી દેવાયા છે.
  • પર્યાવરણના જતનના દાવાઓ વચ્ચે વૃક્ષોની નિકંદનની પ્રક્રિયા ચાલુ

રાજ્યની રાજધાની ગાંધીનગર અને આર્થિક રાજધાની અમદાવાદમાં વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન ઉપરાંત  મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટના અમલીકરણનો  તબક્કો ચાલી રહ્યો છે.અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ ફેઝને  પૂર્ણ કરતા દરમિયાન  અમદાવાદમાં ૬૫૦૦થી વધુ  વૃક્ષો કાપવામાં આવ્યા હતા. ત્યારે હવે  મેટ્રો ટ્રેન પાટનગર ગાંધીનગરમાં દોડાવવા હેતુ વધુ 1000 વૃક્ષ કાપવા માટે મંજૂરી મેળવવા સબંધિત વિભાગ દ્વારા માંગવામાં આવી છે.  

અમદાવાદ  મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટસિટી અમદાવાદને ગ્રીનસિટીમાં તબદીલ કરવા માટે વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.ત્યારે  છેલ્લાં 5 વર્ષમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડાવવા હેતુ  2200 અને બુલેટ ટ્રેન માટે 4300 વૃક્ષ  કાપવામાં આવ્યાં હતાં, જેમાં 2016-17માં મેટ્રો માટે સૌથી વધુ 792 ઝાડ કાપવામાં આવ્યાં હતાં, જ્યારે 5 વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે માત્ર અમદાવાદમાં જ 4300 વૃક્ષો કપાઈ ગયાં હતાં, જેમાં વર્ષ 2020-21માં જ 2817 વૃક્ષો કપાયાં છે. આમ, અમદાવાદમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 6500 જેટલાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું.

હવે અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરનાં એક હજારથી વધુ વૃક્ષોનો વારો આવી રહ્યો છે. મેટ્રો રેલ પ્રોજેકટના એલાઈમેન્ટમાં આવતાં 1000 જેટલાં વૃક્ષોને કાપવા ગુજરાત રાજ્યના વન વિભાગે લીલીઝંડી આપી દીધી છે, પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી મળતાંની સાથે જ આ વૃક્ષો રાતોરાત કપાઈ જવાનાં છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: