23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

કેરળમાં 3 મહિના બાદ 30 હજારથી વધારે નવા કેસ નોંધાયા

  • કેરળમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 31 હજારથી વધુ સંક્રમિતો
  • કોરોના સંક્રમણને કારણે 215 દર્દીઓના થયા મોત
  • કેરળનો પોઝિટિવિટી રેટ થયો 19.03 ટકા  

 કેરળમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, ત્રણ મહિના પછી રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 30,000થી વધુ કેસ નોંધાયા છે. આ સાથેજ કોરોના સંક્રમણ નો દર વધીને 19 ટકા થયો છે. વધુ માહિતી મુજબ કેરળમાં શનિવારે 17,106 કોરોના કેસની પુષ્ટિ થઈ હતી 

કેરળમાં બુધવારે કોરોના સંક્રમણના ભયજનક આંકડા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 31,445 કોરોના સંક્રમિતો મળી આવ્યા છે. સંક્રમણને કારણે 215 દર્દીઓના મોત થયા છે. જે પછી હાલ રાજ્યમાં 1.7 લાખ એક્ટિવ કેસો છે. કેરળનો પોઝિટિવિટી રેટ પણ 19.03 ટકા થઈ ગયો છે. પાછલા દિવસે કોરોનામાંથી 20,271 લોકો સાજા થયા છે. કેરળમાં અત્યાર સુધીમાં 38,83,000થી વધુ કોરોના કેસ નોંધાયા છે અને કોરોનાથી 19,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, અગાઉ  છેલ્લી વખત કેરળમાં 20 મેના રોજ એક દિવસમાં કોરોના કેસોની સંખ્યા 30,000 ને વટાવી ગયા હતા અને તે દિવસે 30,491 નવા કોવિડ-19 દર્દીઓ મળી આવ્યા હતા. કેરળ રાજ્ય સરકારે ચેપના વધુ ફેલાવાને રોકવા માટે સઘન સ્ક્રીનીંગ કાર્યક્રમની જાહેરાત કરી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ આગાહી કરી હતી કે ઓણમ તહેવાર પછી રાજ્યમાં પરીક્ષણના કેસોમાં ચેપ દર (TPR) 20 ટકાથી વધુ હોઈ શકે છે અને ચેપના કેસોમાં પણ વધારો થશે. ઉલ્લેખનીય છે કે કેરળમાં બકરીદ તહેવાર પછી, 27 જુલાઈથી કોરોનાના લગભગ 15000 કે તેથી વધુ નવા કેસ આવી રહ્યા છે. બકરીદ દરમિયાન સરકારે થોડા દિવસો માટે કોવિડ સંબંધિત પ્રતિબંધોને હળવા કર્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: