- દેશમાં અત્યાર સુધી 18 કરોડથી વધુ લોકોએ લીધી રસી
- રસીકરણ શરૂ થયાના 114 દિવસમાં જ અપાયા 18 કરોડ રસીના ડોઝ
- અમેરિકાને આટલા ડોઝ આપવામાં લાગ્યા હતા 115 દિવસ જયારે ચીનને 119 દિવસ
- શુક્રવાર રાતના આઠ વાગ્યા સુધી અપાય 18,04,29,261 વેક્સિનના ડોઝ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે એવું કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનનો ડોઝ 18 કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. રાતના આઠ વાગ્યા સુધી સમગ્ર દેશમાં કોવિડ વેક્સિન આપવાની કુલ સંખ્યા 18,04,29,261 છે. આ સાથે જ કોરોના વેક્સિનેશન અભિયાને સફળતાપૂર્વક 118 દિવસ પૂર્ણ કર્યા હતા. રસીકરણના 18 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી સૌથી ઝડપથી એટલે કે 114 દિવસમાં જ પહોંચી ગયું છે. અમરિકાને આટલી સંખ્યામાં રસીના ડોઝ આપવામાં 115 દિવસ જ્યારે ચાઈનાને 119 દિવસ લાગ્યા હતા.ભારત સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના પુરવઠાની ફાળવણી તેમની વપરાશની રૂપરેખા અને આગલા પખવાડિયામાં બીજા ડોઝના લાભાર્થીઓના ભારણના આધારે નક્કી કરવામાં આવે છે. 16થી 31 મે 2021 સુધીના પખવાડિયા દરમિયાન કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિશિલ્ડ અને કોવેક્સિનના 191.99 લાખ ડોઝ પણ પૂરા પાડવામાં આવશે. આમાં કોવિશિલ્ડના 162.5 લાખ ડોઝ અને કોવેક્સિનના 29.49 લાખ ડોઝ તેમાં સામેલ રહેશે.