19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

હવે ATMમાંથી પૈસા ઉપાડવાનો લાગશે વધુ ચાર્જ

  • હવે ATMમાંથી પૈસા ઉપાડવાનો લાગશે વધુ ચાર્જ
  • 1 જાન્યુઆરી 2022થી લાગૂ થશે આ નિયમ
  • નિયત ટ્રાંજેક્શન લિમિટથી વધારે ટ્રાંજેક્શનના થશે ચાર્જ

રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ ગુરૂવારે બધી બેંકોને એવી અનુમતિ આપી છે કે તેઓ કેશ અને નોન કેશ એટીએમ સોદા પર ફી વધારી શકે છે. જેમાં પહેલાથી જ એક મહિનામાં નક્કી કરેલા ફ્રી એટીએમ ટ્રાંજેક્શન લિમિટથી જો તમે વધુ વખત ટ્રાંજેક્શન કરો છો તો તમને પહેલા જે શુલ્ક ચુકવવુ પડતુ હતુ તેના કરતા વધારે શુલ્ક ચુકવવું પડશે.

એટીએમ ટ્રાન્ઝેક્શનની નિયત કિંમત અગાઉ 20 રૂપિયા હતી જે હવે 21 રૂપિયા કરવામાં આવ્યો છે. આરબીઆઈનો આ નવો આદેશ 1 જાન્યુઆરી 2022થી લાગૂ થશે. ગ્રાહકો તેમની બેંકના એટીએમથી મહિનામાં 5 મફત ટ્રાંઝેક્શન કરી શકે છે. આ સિવાય તે મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમથી 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 વખત મફત ટ્રાંઝેક્શન પણ કરી શકે છે. આરબીઆઈએ તેની આ નવી માર્ગદર્શિકામાં બધી જ બેન્કોને એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કરવાની મંજૂરી પણ આપી દીધી છે. નવા નિયમો મુજબ, તમામ કેન્દ્રો પરના દરેક નાણાકીય ટ્રાંજેક્શન માટે હવે 15 રૂપિયાને બદલે 17 ને ઇન્ટરચેંજ ફી તરીકે પણ ચૂકવવા પડશે. આ ઉપરાંત ફાઈનેંશિયલ ટ્રાંજેક્શન માટે 5 રૂપિયાને બદલે 6 રૂપિયા ચૂકવવા પડશે. આ વ્યવસ્થા 1 ઓગસ્ટ 2021ના દિવસથી જ અમલમાં આવશે.જો તમે તમારી બેંકના એટીએમને બદલે બીજી કોઈ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડો છો, ત્યારે આવી સ્થિતિમાં તમારી બેંક એ બેંકને એક નિયત ફીની ચુકવણી કરે છે. જે બેંકના એટીએમમાંથી તમે પૈસા કાઢ્યા છે તેને જ એટીએમ ઇન્ટરચેંજ ફી ના નામે ઓળખાય છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: