8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોનાને કારણે મૃત્યુ પામનાર લોકોને પૈસા આપવા જોઈએ- સુપ્રીમ

  • દેશમાં કોરોનાને કારણે અનેક લોકોના થયા છે મૃત્યુ  
  • કોરોનાને કારણે મૃત્યુ પામનાર લોકોને સહાય આપવા માટે કરાઈ અરજી
  • કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારજનોને ૪ લાખની સહાય આપવાની માંગ
  • અરજી પર સુપ્રીમ કોર્ટે મોકલી કેન્દ્ર સરકારને નોટીસ

દેશમાં કોરોના મહામારીએ અનેક લોકોનો ભોગ લીધો છે. કોરોનાને કારણે અનેક લોકોએ પરિવારના મોભીને ખોયા છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલ લોકોને ૪ લાખની સહાય કરવામાં આવે તેવી જનહિતમાં અરજી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને નોટિસ પણ મોકલી હતી.

કોરોના મહામારીને કારણે અનેક ભારતમાં રહેતા અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લાખોની સંખ્યામાં લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે કોરોનાને કારણે જીવ ગુમાવનાર લોકોને ચાર લાખની સહાય આપવામાં આવે તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જેને લઇ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્રને નોટીસ મોકલી છે. કોર્ટમાં કોવિડ ૧૯થી મરનાર લોકોના મૃત્યુ પ્રમાણપત્ર જાહેર કરવા માટે સમાન નીતિની માંગ સાથે યાચિકા દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે યાચિકામાં કોર્ટ રાજ્ય સરકારોને નિર્દેશ આપે કે મૃત્યુ પ્રમાણપત્ર કે અન્ય દસ્તાવેજોમાં મોતનું કારણ કોરોના વાઈરસ લખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ કેસની આગળની સુનવાઈ ૧૧ જુનના રોજ હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન કેન્દ્રને કોવિડ-19થી મરનારા લોકોના મૃત્યુના પ્રમાણપત્ર જાહેર કરવા અંગેના આઈસીએમઆરના દિશા-નિર્દેશોની જાણકારી ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: