23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

મોદી આવતીકાલે કરશે સરદારધામ ફેઝ ૨નું ભૂમિપૂજન

  • પીએમ મોદી આવતીકાલે કરશે સરદારધામ ફેઝ ૨નું ભૂમિપૂજન
  • દિલ્હીથી વડાપ્રધાન મોદી કરશે વર્ચ્યુલ ભૂમિપૂજન
  • ૨૦૦ કરોડના ખર્ચે પાટીદાર સમુદાય બનાવી રહી છે ગર્લ્સ હોસ્ટેલ
  • અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ સ્થિત આવેલું છે સરદારધામ

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સ્થિત વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા સરદારધામના ફેઝ ૨નું ભૂમિપૂજન કરશે. કોરોના માર્ગદર્શિકાના પગલે વડાપ્રધાન મોદી દિલ્હીથી વર્ચ્યુલ ભૂમિપૂજન કરશે.

ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન નારાજ રહેલા પાટીદાર સમાજને ફરી પક્ષની તરફેણમાં લાવવા માટે  ભાજપે હવે  ખાસ રણનીતિ બનાવી છે. જેના ભાગરૂપે વડાપ્રધાન મોદી આવતીકાલ શનિવારે અમદાવાદ સ્થિત સરદારધામ ફેઝ-૨નું વર્ચ્યુઅલી ભૂમિ પૂજન કરશે.વર્ષ ૨૦૨૨ના ડીસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હજુ ૧ વર્ષથી વધુ સમય બાકી છે ત્યારે ભાજપ દ્વારા અત્યારથી જ રાજ્યમાં ભગવો લહેરાવવા  માટે તૈયારીઓ શરુ કરી દેવાય છે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં પક્ષથી નારાજ રહેલા પાટીદાર સમુદાયને ફરી એક વખત પોતાની તરફેણમાં લાવવા માટે ભાજપ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરાય છે. જેના ભાગ રૂપે પાટીદાર સમુદાય  દ્વારા અમદાવાદ ખાતે તૈયાર કરવામાં આવી રહેલા સરદાર ધામ ફેઝ-૨નું ભૂમિ પૂજન વડાપ્રધાન મોદીના હસ્તે કરાવવાનું આયોજન કરાયું છે વડાપ્રધાન મોદી આવતીકાલ  શનિવાર એટલે કે ૧૧ સપ્ટેમ્બરે અમદાવાદ સ્થિત સરદાર ધામનું વર્ચ્યુઅલી ભૂમિ પૂજન કરશે. રૂપિયા 200 કરોડના ખર્ચે  સરદારધામ ભવન અને 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર છાત્રાલયનું ભૂમિ પૂજન કરશે

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: