18 C
Ahmedabad
Saturday, November 27, 2021
spot_imgspot_img

Latest Posts

ગુજરાતના પીએમ ગરીબ કલ્યાણ અન્ય યોજનાના લાભાર્થીઓ સાથે મોદીએ કર્યો સંવાદ

  • વડાપ્રધાન મોદીએ પીએમ ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાતચીત
  • યોજના હેઠળ ગુજરાતના લાખો પરિવારોને મફત રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે
  • મફત રાશન મહામારીમાં ગરીબોની ચિંતા ઓછી કરે છે સાથે તેમનો આત્મવિશ્વાસ વધારે છે
  • દરેક સંભવ સહાય કરવી જ અમારો ઇરાદો : મોદી

વડાપ્રધાન મોદીએ પીએમ ગરીબ કલ્યાણ યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે વાતચીત કરી છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા બપોરે 12.30 વાગ્યે સંબોધન શરૂ થયું હતું. પોતાના ઓનલાઇન સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે, દરેક સંભવ સહાય કરવી જ અમારો ઇરાદો છે. આ સ્કીમ વિશે જાગરૂકતા ફેલાવવા માટે રાજ્યમાં જન સહયોગ કાર્યક્રમની પણ શરૂઆત થઈ રહી છે.

પીએમજીકેએવાઇ એક ખાદ્ય સુરક્ષા કલ્યાણ યોજના છે જેની પરિકલ્પના વડાપ્રધાન મોદીએ કોરોના મહામારીના આર્થિક પ્રભાવને ઓછો કરવામાં સહાયતા પ્રદાન કરવા માટે કરી હતી. તે હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવનાર બધા જ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ 5 કિલોગ્રામ વધારાનું રાશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે દેશમાં ખાદ્ય ભંડાર વધતા ગયા પરંતુ ભુખમરો અને કુપોષણમાં તે પ્રમાણે ઘટાડો થયો નહીં. તેનું મોટુ કારણ હતું- પ્રભાવી ડિલિવરી પદ્ધતિનું ન હોવું. આ સ્થિતિને બદલવા માટે વર્ષ 2014 પછી નવેસરથી કામ શરૂ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદથી લગભગ પ્રત્યેક સરકારે ગરીબોને સસ્તુ ભોજન આપવાની વાત તો કહી હતી. સસ્તા રાશનની યોજનાનું વર્તુળ અને બજેટ પ્રતિ વર્ષે વધતું ગયું, પરંતુ તેનો જે પ્રભાવ હોવો જોઈએ તે બિલકુલ સીમિત રહ્યો. ગુજરાત સરકારે આપણી બહેનો, કિસાનો, આપણા ગરીબ કુટુંબોના હિતમાં દરેક યોજનાને સેવાભાવની સાથે જમીન પર ઉતારી છે. આજે ગુજરાતમાં લાખો કુટુંબોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એક સાથે ફ્રી રાશન પણ વિતરિત કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા જ આ કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભાગ લીધો હતો. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના જે શરૂઆત કરવામાં આવી હતી, તે હાલ દીવાળી સુધી યથાવત રહેશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: