16 C
Ahmedabad
Sunday, January 23, 2022
spot_imgspot_img

Latest Posts

બાબા આંબેડકર જયંતી પર મોદી અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા

  • આજે ડૉ.બાબાસાહેબ આંબેડકર ૧૩૦મી  જન્મજયંતિ
  • વડાપ્રધાન મોદીએ અને રાષ્ટ્રપતિ  કોવીંદે ટ્વીટ કરી કર્યા આંબેડકરને યાદ  
  • બાબા સાહેબનો સંઘર્ષ માટે દરેક પેઢી માટે મિસાલ : મોદી
  • આંબેડકરના આદર્શોને પોતોના આચરણમાં ઢાળવાનો સંકલ્પ કરો. : રાષ્ટ્રપતિ

અખંડ ભારતના બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની જન્મજયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે ટ્વીટ કરી હતી.પીએમ મોદીએ ટ્વિટ કરીને એવું લખ્યું હતું કે “ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તેઓની જન્મજયંતિ પર મારા સાદર નમન. સમાજનાં વંચિત વર્ગને મુખ્ય ધારામાં લાવવાનો તેમનો આ સંઘર્ષ દરેક પેઢી માટે એક મિસાલ બની રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ બાબાસાહેબના આ દિવસ પર ટ્વિટ કર્યું હતું  કે, ‘ભારતીય સંવિધાનનાં મુખ્ય શિલ્પકાર , બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ! ડો.આંબેડકરે એક સમાન સમાજ બનાવવા માટે આજીવન સંઘર્ષ કર્યો. આજે તેમના જીવન અને વિચારોથી શિક્ષા ગ્રહણ કરીને, તેમના આદર્શોને પોતોના આચારમાં ઢાળવાનો દ્રઢ સંકલ્પ કરો.’

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: