12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

  • ઈમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું
  • બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ નારાજ
  • ખેડાવાલાના રાજીનામાનો કરાયો અસ્વીકાર

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. ટિકિટ વહેચણીને લઇને ઇમરાન ખેડાવાલાએ રાજીનામું આપ્યુ હતું. ઇમરાન ખેડાવાલાએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને રાજીનામું આપ્યુ હતું. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બહેરામપુરા વોર્ડમાંથી ટિકિટ વિતરણને કારણે રોષ જોવા મળી રહ્યો છે. ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મળીને રાજીનામું આપ્યુ હતું. ઇમરાન ખેડાવાલા કોર્પોરેટરમાંથી ધારાસભ્ય બન્યા હતા. 2010માં ઇમરાન ખેડાવાલાએ જમાલપુર વોર્ડમાંથી કોંગ્રેસની ટિકિટ પર કોર્પોરેશનની ચૂંટણી જીતી હતી. જોકે, 2015માં ટિકિટને લઇને વિવાદ થયો હતો અને તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. તે બાદ ઇમરાન ખેડાવાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણી જીતી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે શહેરી વિસ્તારની 18 પૈકી જે મહત્ત્વની બેઠક જીતી એ જમાલપુર-ખાડિયા વિધાનસભાની હતી. ખાડિયાની બેઠક છેક 1980થી ભાજપનો ગઢ બની ગઈ હતી અને ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટની આ પરંપરાગત બેઠક ગણાવા લાગી હતી. જોકે 2012માં જમાલપુર બેઠકને ખાડિયા બેઠક સાથે ભેળવી દેવામાં આવી. 2012માં કૉંગ્રેસ આંતરિક વિખવાદને કારણે બેઠક જીતી ન શકી અને ભૂષણ ભટ્ટનો વિજય થયો. 2017માં ઇમરાન ખેડાવાલાએ એ બેઠક જીતી લીધી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: