19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

અમારા 5 જવાનોની હત્યા કર્યા બાદ મિઝોરમ પોલીસે ઉજવણી કરી: હિમંત બિસ્વા

  • અમારા 5 જવાનોની હત્યા કર્યા બાદ મિઝોરમ પોલીસે ઉજવણી કરી: હિમંત બિસ્વા
  • હિમંત બિસ્વાએ ટ્વીટ કર્યો મિઝોરમ પોલીસનો ઉજવણી કરતો વીડિયો
  • ઘર્ષણમાં છ પોલીસકર્મીઓના મોત અને 50થી વધુ જવાનો ઘાયલ થયા: હિમંત બિસ્વા

અસમ અને મિઝોરમ વચ્ચે થયેલો સરહદ વિવાદ ખૂની સંઘર્ષમાં ફેરવાઈ ગયો અને આ હિંસામાં અસમ પોલીસના 6 જવાનોના મોત થયા. આ ઉપરાંત એક પોલીસ અધિક્ષક સહિત 60 અન્ય લોકો ઘાયલ થયા. અને બંને રાજ્ય આ હિંસા માટે એકબીજાની પોલીસને જવાબદાર ઠેરવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માગણી કરી રહ્યા છે.

અસમ અને મિઝોરમ વચ્ચે થયેલો સરહદ વિવાદ ખૂની સંઘર્ષમાં ફેરવાઈ ગયો અને આ હિંસામાં અસમ પોલીસના 6 જવાનોના મોત થયા. આ ઉપરાંત એક પોલીસ અધિક્ષક સહિત 60 અન્ય લોકો ઘાયલ થયા. અને બંને રાજ્ય આ હિંસા માટે એકબીજાની પોલીસને જવાબદાર ઠેરવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક ટ્વીટ કરીને કહ્યું કે અમારા જવાનોની હત્યા કર્યા બાદ મિઝોરમ પોલીસ અને ગુંડાઓ જશ્ન મનાવી રહ્યા છે. આ માટે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં જવાનોને હાથ મિલાવતા અને એકબીજાને શુભેચ્છા પાઠવતા દેખાડવામાં આવ્યા છે. સરમાએ આ ઘટનાને દુખદ અને ભયાનક ગણાવી છે. આ અગાઉ અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ દાવો કર્યો હતો કે ઘર્ષણમાં છ પોલીસકર્મીઓના મોત થયા અને 50થી વધુ જવાનો ઘાયલ થયા છે. સરહદ વિવાદ આમ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દખલ બાદ શાંત થયો છે. તેમણે અસમના સીએમ હિમંત બિસ્વા સરમા અને મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગા સાથે વાત કરી. આ સાથે જ બંને નેતાઓને વિવાદિત સરહદ પર શાંતિ સુનિશ્ચિત કરવાની અને સમાધાન કાઢવાની પણ અપીલ કરી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: